રાજકોટ
News of Tuesday, 12th October 2021

કાલાવડ રોડ લક્ષ્મીનગર ઢોરા પાસેથી મકાનમાંથી દારૂની ૬૦ બોટલ સાથે શકિત ધોરાળીયા પકડાયો

યુનિવર્સિટી પોલીસનો દરોડો : અગાઉ રાયોટ, અને ધમકીના ગુનામાં પણ સામેલ

રાજકોટ,તા. ૧૨ : કાલાવડ રોડ પર લક્ષ્મીનગર ઢોરા પાસે મોદીનગરમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર લક્ષ્મીનગરનો ઢોરા પાસે મોદીનગરમાં એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, તથા બલભદ્રસિંહને બાતમી મળતા મોદીનગર મફતીયા પરામાં દરોડો પાડી મકાનમાંથી રૂ.૨૭,૬૦૦ની કિંમતનો દારૂની ૬૦ બોટલ સાથે શકિત ભગવાનજીભાઇ ધોરાળીયા (ઉવ.૨૧) (રહે. મોદીનગર મફતીયાપરા)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. શકિત અગાઉ રાયોટ અને ધમકીના ગુનામાં પણ પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, સહદેવસિંહ, બલભદ્રસિંહ, દિપકભાઇ તથા બ્રિજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:21 pm IST)