રાજકોટ
News of Saturday, 12th October 2019

કોઠારીયામાં ૧૨૦૦વારમાં ગૌશાળાનું નિર્માણ કરાશે

દાતાઓના સહયોગથી સેવાના શ્રીગણેશઃ અંધ અપંગ ગાયોને આશરો અપાશેઃ સેવાભાવીઓ દાતાઓએ આગળ આવવા અજયબાપુ અને જનકભાઈ અનુરોધ

રાજકોટ,તા.૧૨:  અંધઅપંગ અને નિરાશ્રીત ગૌમાતાઓ માટે ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. દાતાઓના સહયોગથી સેવાના શ્રીગણેશ થયા છે. પરંતુ વધુને વધુ દાતાઓને આગળ આવવા અનુરોધ કરાયો છે.

શ્રી બજરંગદાસબાપુ ગૌશાળા એન્ડ અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે શહેરની ભાગોળે કોઠારીયા ગામ (કબ્રસ્તાન પાસે) આશરે ૧૨૦૦ વાર જગ્યામાં ગૌશાળાનું નિર્માણ કાર્ય થઈ રહયું છે. હાલમાં બાંધકામનું થોડુ કામ શરૂ થયું છે. પરંતુ સમગ્ર ગૌશાળાનું બાંધકામ કરવા લગભગ ૧૩।। લાખ જેટલો ખર્ચ થાય તેમ છે. જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ બાંધકામનું કાર્ય આગળ વધતું જશે.

ગૌશાળાના નિર્માણ કાર્ય બાદ આશરે ૧૦૦ જેટલી અંધઅપંગ, નિરાશ્રીત ગાયોને આશરો આપવામાં આવશે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર, ફ્રી છાશ વિતરણ, ગરીબ દીકરીઓના સમુહલગ્ન, પદયાત્રીકો માટે ચા- નાસ્તો પાણીના પરબ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે જનકભાઈ ભડીંગજી મો.૭૨૦૩૯ ૭૫૯૦૩નો સંપર્ક કરવો.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અજય બાપુ, જનકભાઈ ભડીંગજી, નાજાભાઈ રબારી, કાર્તિકભાઈ બાવીસી અને જીજ્ઞેશભાઈ અમીપરા નજરે પડે છે.

(3:56 pm IST)