રાજકોટ
News of Saturday, 12th October 2019

ધ હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે કાલે બાય બાય નવરાત્રી રાસોત્સવ

૧૫૦૦ થી વધુ ખેલૈયાઓ રાસે રમશેઃ સૌપ્રથમ વખત આયોજન

રાજકોટઃ તા.૧૨, ધ હેવન રીસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા આવતીકાલે તા.૧૩ના રવિવારે શરદપૂર્ણીમાં એ બાય બાય નવરાત્રી ૨૦૧૯નું આયોજન કરેલ છે. ચેનલ પાર્ટનર તરીકે ડીકેસેવન ન્યુઝનો સહયોગથી ફેસબુક પેઇજ અને લાઇવ નિહાળી શકાશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા) તથા  પ્રવિણભાઇ રૈયાણી (જીલ્લા સંઘ પ્રમુખ), સુરેશભાઇ રૈયાણી (ઉદ્યોગપતિ), ગણેશભાઇ જયરાજસિંહ જાડેજા (ગોંડલ), અશોકભાઇ પીપળીયા નાગરીંક બેંક પ્રમુખ મહેશભાઇ રૈયાણી (રાધિકા ગ્રુપ) હાજરી આપવાના છે. આયોજનને સફળ બનાવા માટે કેતનભાઇ રૈયાણી, કલ્પેશભાઇ ગજેરા, રસિકભાઇ રૈયાણી, પ્રતિકભાઇ ડોબરીયા, ભાવિનભાઇ ગજેરા, અશ્વિનભાઇ ઠુંમર, આશિષ ડાભી અને હેવન ગ્રુપની કમિટિ અને કકુભાઇ અને બ્રિજેશભાઇ પડીયા જહેમત ઉઠાવી રહયા છે.પાસ તેમજ વધુ માહિતી માટે કાગવડ ખોડલધામ મંદિરની સામે ધ હેવન વોટર રિસોર્ટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (મો. ૭૦૭૦૭૦૭૦૮૨/૮૩) (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)