રાજકોટ
News of Friday, 12th October 2018

આર્ષ ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા ૧૨ : '' રિફન્ડએબલ ફીના નામે છેતરપીંડી કરવાની આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક મુકેશભાઇ પુનાભાઇ ડાભી સામે રૂા૧,૬૦,૦૦૦/- ના ચેક રિર્ટનની ફરીયાદ કોર્ટમાં થયેલ છે.

અત્રે રાજકોટના આર્ષ ઇન્ટરનેશનલ સ્કુલ કે જે (આર્ષ વિદ્યા પ્રસારણ સંસ્થા દ્વારા સંચાલીત છે.) ફરીયાદીએ પુત્ર કેવીન કપીલભાઇ વંકાણીનું આરોપીની શાળામાં ધોરણ ૯ માં એડમિશન લીધેલ ત્યારે આરોપીએ ફરીયાદીને જણાવેલ કે અમારી આર્ષ ઇન્ટરનેશનલ સ્કુલ(આર્ષ વિધ્યા પ્રસારણ સંસ્થા દ્વારા સંચાલીત) છે. જેમાં તમારે રૂ. ૧,૬૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા રીફંડેબલ ફી તરીકે જમા કરાવવાની રહેશે. તેથી આરોપીના વચનમાં વિશ્વાસ રાખી ફરિયાદીએપોતાની બેંક એસ.બી.આઇ. નાનામવા શાખાનો ચેક જમા કરાવેલ છે. તે અંગેનું આરોપી સંસ્થાના જવાબદારે કુલમુખત્યાર દરજ્જે બાહેધરી પત્રક પણ આપેલ હતું.

ત્યારબાદ ફરીયાદી આરોપીને રૂબરૂ મળવા આવતા આરોપીએ ફરીયાદીને જણાવેલ કે બહેન આ સંસ્થા અમોએ સંભાળેલ છે અને હવે આ રકમ પરત આપવાની જવાબદારી અમારી છે તેમ કહી આરોપીએ ફરીયાદીને શ્રીરાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., ઢેબર રોડ, સાઉથ રામેશ્વર વાડી નહેરૂનગર શાખાનો ચેક આપેલો હતો.

અમો ફરીયાદીએ આરોપીના વચનમાં વિશ્વાસ રાખી ફરીવાર સદરહું ચેક પોતાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાનામવા શાખા રાજકોટમાં રજુ કરતા તે ચેક તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ ''ફન્ડસ ઇનશફીસન્ટ'' ના શેરા સાથે પરત થયેલ છે. ત્યારબાદ ફરીયાદીએ આરોપીને તા. ૨૪/૦૭/૧૮ ના રોજ પોતાના એડવોકેટ દ્વારા લીગલ નોટીસ મોકલાવેલી તેમ છતાં આરોપીએ ફરિયાદીને રકમ ચુકવેલ ન હોય ફરીયાદીને નામદાર કોર્ટમા ફરિયાદ દાખલ કરવાની ફરજ પડેલ હોય. નામદાર કોર્ટે આ કામના આરોપી સામે નામદાર કોર્ટમાંં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરિયાદી મનીષાબેન કપીલભાઇ વંકાણી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(4:56 pm IST)