રાજકોટ
News of Friday, 12th October 2018

હાપા-સાંત્રાગાચી વચ્ચે રેલ્વે એરકન્ડીશન્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ વિકલી ટ્રેન ૧૫મીથી દોડશે

રાજકોટઃ ટ્રેન નં. ૦૨૮૩૩ હાપા-સાંત્રાગાચી સ્પેશિયલ સુપરફાસ્ટ વિકલી શરૂ થઇ રહી છેઃ આ ટ્રેન દુર્ગાપૂજા, દિવાળીના તહેવારોને નજર સમક્ષ રાખી બંને તરફ મળી ૬ ટ્રીપો દોડાવાશેઃ પ્રથમ ટ્રીપ ૧૫ થી ૧૯ સુધી દરેક સોમવારે અને વળતી ટ્રીપ સાંત્રાગાચી-હાપા તા. ૧૨ થી ૧૬ સુધી દરેક શુક્રવારે રવાના થશેઃ આ ટ્રેનનું બુકીંગ આવતી કાલ ૧૩મીથી શરૂ થઇ જશેઃ વળતી ટ્રેન સાંત્રગાચી-હાપાનો નંબર ૦૨૮૩૪ રહેશેઃ હાપાથી સાંત્રાગાચી દર સોમવારે સવારે ૧૦:૪૦ કલાકે ઉપડી બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ પહોંચી બુધવારે સવારે ૫:૪૫ કલાકે સાંત્રાગાચી પહોંચશેઃ આવી જ રીતે શુક્રવારે ત્યાંથી રાત્રે ૯:૦૫ કલાકે ઉપડી રવિવારે બપોરે ૨:૪૦ કલાકે રાજકોટ અને સાંજે ૪:૩૫ વાગ્યે હાપા પહોંચશેઃ ટ્રેન બંને તરફે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુબાર, અમલનેશ, જલગાંવ, ભુસાવડ, મેનકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, જારસુગુડા, રૂરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડકપુર ઉભી રહેશેઃ ૧૬ કોચની આ ટ્રેનમાં ૧૪ થર્ડએસી કોચ અને બે લગેજવાન કોચ રહેશે

(4:49 pm IST)