રાજકોટ
News of Friday, 12th October 2018

૨૦મીએ કોર્પોરેશનનું જનરલ બોર્ડઃ ૩૧ કોર્પોરેટરોએ ૭૩ પ્રશ્નો પુછયા

ભાજપના-૧૧ અને કોંગ્રેસના ૨૦ કોર્પોરેટરો દ્વારા આરોગ્ય, બગીચા, વેરા વસુલાત, દબાણ હટાવ વગેરેને લગતા પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ તા.૧૨: આગામી તા. ૨૦ જનરલ બોર્ડ મળનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૩૧ કોર્પોરેટરો દ્વારા, સફાઇ, બાગ-બગીચા, પાણી, આવાસ યોજના સહિતની બાબતોનાં ૭૩ પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં સૌ પ્રથમ ભાજપનાં કોર્પોરેટરનો પ્રશ્ન ર્ચાચાશે.

જેમાં બાબુભાઇ આહીરે- ગાર્ડન, સામાન્ય વહીવટ, ં રૂપાબેન શીલએ - વેરા વસુલાત શાખા, આવાસ યોજના, જાગૃતિબેન ઘાડીયાએ- વ્યવસાય વેરો, વ્યવસાય વેરો, શિલ્પાબેન જાવીયા, સો. વે. મે., ગાર્ડન શાખા, અંજનાબેન મોરજરીયા, એસ્ટેટ, બાંધકામ વો. વ. ડ્રેનેજ વિગેરે,ે મનસુખભાઇ કાલરીયા, મીલકત વેરા, આરોગ્ય, સો. વે. મે., અશ્વિનભાઇ ભોરણીયા ગાર્ડન શાખા, એસ્ટેટ, મીનાબેન પારેખ એસ્ટેટ, એસ્ટેટ, મનીષભાઇ રાડીયા-ફુડ વિભાગ-આરોગ્ય, ફુડ વિભાગ-આરોગ્ય, કશ્યપભાઇ શુકલ એસ્ટેટ, જયંતીભાઇ બુટાણી -સેક્રેટરી, સેક્રેટરી, ઘનશ્યામસિંહ એન. જાડેજા-મહેકમ, વર્કશોપ, આવાસ, જયમીન ઠાકર-વો. વ., વો. વ., રેખાબેન ગજેરા -મહેકમ, એકાઉન્ટ, સેક્રેટરી, ડો. દર્શિતાબેન શાહ-આવાસ, આવાસ, વશરાભાઇ સાગઠીયા એકાઉન્ટ, એકાઉન્ટ, ધર્મીષ્ઠાબા જાડેજા-બાંધકામ-વો.વ. ડ્રેનેજ-રોશની, વિ. બાંધકામ વો. વ. ડ્રેનેજ રોશની વિ.-ર, (હાઇકોર્ટ મેટર), ઘનશ્યામસિંહ એ. જાડેજા આવાસ (ટેકનીકલ), સો. વે. મે., આરોગ્ય, માસુબેન હેરભા-વો.વ., બાંધકામ ડ્રેનેજ-વી., બાંધકામ, બાંધકામ, જયાબેન ટાંક, બાંધકામ, પ્રાણીરંજાડ, સીમ્મીબેન જાદવ, સેક્રેટરી, ફાયરબ્રિગેડ, મહેકમ, પરેશભાઇ હરસોડા, સેક્રેટરી, સેક્રેટરી, પારૂલબેન ડેરએ- આરોગ્ય, સોલીડ વેસ્ટ, આરોગ્ય, વસંતાબેન માલવી-આરોગ્ય, આરોગ્ય-સમાજ કલ્યાણ, વર્કશોપ--૩, દિલીપભાઇ આસવાણી ટી. પી., ટી. પી., અતુલભાઇ રાજાણી ટી. પી. મહેકમ, ગીતાબેન પુરબીયા ટી. પી., ટી. પી., ઉર્વશીબા જાડેજા, ટી. પી., વો. વ. ટી. પી. બાંધકામ-૩, વિજયભાઇ વાંક-ડ્રેનેજ, વો. વ., સંજયભાઇ અજુડીયા ટી. પી., જી. એ. ડી. વગેરે પ્રશ્નો રજૂ કર્યા છે.

૪ દરખાસ્તો

આ સામાન્ય સભામાં શહેરના વોર્ડ નં. ૭માં પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૬ને 'મુકુંદભાઇ જીવરામભાઇ પંડિત' નામકરણ કરવા, વોર્ડ નં. ૧૪માં ૮૦ ફૂટ રોડ પર ભકિતનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવાના કામ, મિલ્કત વેરામાં પેન્ડિંગ વાંધા અરજીઓ માટે વળતર યોજનામાં ફેરફાર કરવા સહિતની ૪ દરખાસ્તોનો નિર્ણય થશે.

(4:44 pm IST)