રાજકોટ
News of Friday, 12th October 2018

મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાને આગેવાનોએ પાઠવી શુભેચ્છાઃ કાર્યાલયે ભવ્ય આતશબાજી

રાજકોટઃ. ગઈકાલે બપોર બાદ કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષા તરીકે રાજકોટના જાગૃત કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની વરણી થતા તેમના રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞિક રોડ સ્થિત કાર્યાલયે આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાની વર્ષા કરી ત્યારની તસ્વીરોમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, સિનીયર અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલાના પતિદેવ અને કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, પ્રભાત ડાંગર, કોંગ્રેસના લઘુમતિ સેલના ચેરમેન યુનુસ જુણેજા (લક્કી), મુકેશ ચાવડા, કોર્પોરેટર પ્રવીણ રાઠોડ, યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા, યુવક કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજા, એનએસયુઆઈના આદિત્યસિંહ ગોહિલ, મહિલા અગ્રણીઓ સર્વશ્રી ઉર્વશીબા વાળા, પ્રતિમાબેન વ્યાસ, ઈન્દ્રવિજયસિંહ રાઓલ, ધરમ કાંબલીયા અને મહિલા અગ્રણીઓ નજરે પડે છે. ગઈ સાંજે ગાયત્રીબાના કાર્યાલયે આગેવાનો અને કાર્યકરોનો તાતો લાગેલો રહ્યો હતો અને ભવ્ય આતશબાજીથી તેમની નિમણૂંકને વધાવી લેવામાં આવી હતી.

(4:42 pm IST)