રાજકોટ
News of Friday, 12th October 2018

ધર્મિષ્ઠાબાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં નહીં લેવાય તો હાઇકોર્ટમાં અર્જન્ટ મેટર : મહેશ રાજપૂત

સેક્રેટરી રૂપારેલીયા પાસેથી પ્રશ્ન નહીં લેવા બાબતે લેખીત અભિપ્રાય લેતા શહેર કોંગ્રેસ પ્રમુખ

રાજકોટ, તા. ૧ર : કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં લેવા બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો છે ત્યારે આ મુદ્દે નામદાર હાઇકોર્ટમાં અર્જન્ટ મેટર દાખલ કરવાની ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે ઉચ્ચારી છે.

આ અંગે મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાના મુદ્દે હાઇકોર્ટમાં કાનૂની વિવાદ ચાલુ છે અને આ બાબતે હાઇકોર્ટ-યથાવત સ્થિતિનું સ્પષ્ટત માર્ગદર્શન આપ્યું છે.

આથી ધર્મિષ્ઠાબા કોર્પોરેટર તરીકે ચાલુ છે તેવું અર્થઘટન હોવા છતાં ભાજપના શાસકો આ માર્ગદર્શનનું મનઘડંત અર્થઘટન કરીને ધર્મિષ્ઠાબા જાડેજાને જનરલ બોર્ડમાં પ્રશ્ન રજૂ કરવાની ના પાડે છે.

ત્યારે આ બાબતે સેક્રેટરી શ્રી રૂપારેલીયાને મહેશ રાજપૂત ત્થા પ્રદીપભાઇ ત્રિવેદીએ રૂબરૂ મળી અને શ્રી રૂપારેલીયા પાસેથી લેખીત અભિપ્રાય લીધો હતો તેમજ હાઇકોર્ટના માર્ગદર્શનનું સાચુ અર્થઘટન સમજાવ્યું હતું.

અને તે બાબતે એકટમાં કરાયેલ જોગવાઇ પણ બતાવેલ હતી. અન હવે આમ છતાં જો ધર્મિષ્ઠાબાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં નહીં લેવાય તો આ મુદે હાઇકોર્ટમાં અર્જન્ટ મેટર દાખલ કરાશે તેમ મહેશ રાજપૂતે આ તકે જણાવ્યું હતું.

(4:40 pm IST)