રાજકોટ
News of Friday, 12th October 2018

આજકાલના ગરબામાં રોશન સોઢી - રિદ્ધિ દવે અને રિધમ ઓફ ઈન્ડિયાએ જમાવટ કરી

રાજકોટ : વિરાણી હાઈસ્કુલના મેદાનમાં ચાલી રહેલા આજકાલ નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રીધમ ઓફ ઈન્ડિયા ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી રહ્યા છે. મુંબઈના પ્રખ્યાત સીંગરો દ્વારા રજૂ કરાતા ફયુઝન ગરબા ખેલૈયાઓ માટે જ નહિં પરંતુ રાસોત્સવ નિહાળવા આવનારા શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રથમ નોરતે રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાથે મેયર બીનાબેન આચાર્ય, જોઈન્ટ પોલીસ કમિશ્નર એસ.એમ. ખત્રી, આરટીઓ ડી.એમ. મોજીદ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

તારક મહેતા સીરીયલ ફેઈમ રોશનસિંઘ સોઢી પણ મહેમાન બન્યા હતા અને ખેલૈયાઓ સાથે ગરબા રમ્યા હતા. બીજા નોરતે રાજકોટ ઈન્કમટેક્ષના ઈન્વેસ્ટીગેટીંગ વીંગના કમિશ્નર રાજેશ મહાજન, ઈન્કમટેક્ષ સીનીયર જીતેન્દ્રકુમાર, એડીશ્નલ કમિશ્નર શ્રી અને શ્રીમતી પ્રવિણ શર્મા, મામલતદાર અર્જુન ચાવડા, સી લેન્ડ ડીઝલના આશિષ એલેકસ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો. કલર્સ ગુજરાતી ઉપર આવી રહેલી સીરીયલના કલાકારો રિદ્ધિ દવે અને કેયુર વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયા તથા દર્શકોનું મનોરંજન કર્યુ હતું. આ નવરાત્રી મહોત્સવનું સીટી ન્યુઝ ઉપર જીવંત પ્રસારણ થતુ હોય સેંકડો લોકો ઘરે બેઠા પણ આ નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે. શ્રી ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજીંગ ડીરેકટર આજકાલ ગ્રુપના શ્રી ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજીંગ ડીરેકટર અનિલ જેઠાણીએ રાજકોટની ઉત્સવપ્રેમી જનતાને આજકાલ ગરબા - ૨૦૧૮ નિહાળવા માટે આમંત્રણ પણ પાઠવ્યુ છે.

વિરાણીના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે સેલ્ફી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે અને તેમના માટે પણ ગરબા નિહાળવા આવનારા માટે બેઠક વ્યવસ્થા, અદ્દભૂત લાઈટીંગ, થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ અને કડક સિકયોરીટી સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. પારીવારીક માહોલ વચ્ચે યોજાતા આજકાલ ગરબાને સર્વત્ર આવકાર પણ મળી રહ્યો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(4:39 pm IST)