રાજકોટ
News of Friday, 12th October 2018

૨૧મીએ રાજકોટ દશા સોરઠીયા જ્ઞાતિ સમાજ (મહાજન)નો માતાજીનો પાટોત્સવ

પાટોત્સવ કમીટીના ચેરમેનપદે અતુલભાઈ કોઠારી : આજથી પાસનું વિતરણ

રાજકોટ, તા. ૧૨ : રાજકોટ દશા સોરઠીયા વણીક જ્ઞાતિ સમાજ (મહાજન) રાજકોટના આંગણે ફરી રૂડો અવસર આવ્યો છે. આગામી ૨૧મીના રવિવારે સામુદ્રી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માતાજીના પાટોત્સવમાં મુખ્ય મનોરથી તરીકે સ્વ.વસંતલાલ પોપટલાલ માલવીયા પરીવારના મનોજભાઈ જયંતભાઈ શાહ અને વિશાલભાઈ મનોજભાઈ શાહ છે. રાજકોટ દશા સોરઠીયા વણીક જ્ઞાતિ સમાજ (મહાજન) દ્વારા કમીટીની રચના કરવામાં આવી છે અને તેના ચેરમેન તરીકે મહાજનના સીનીયર સભ્ય અતુલભાઈ કોઠારીની નિમણુંક કરવામાં આવી છે. માતાજીના પાટોત્સવના પાસનું વિતરણ તા.૧૩મીને શનિવારથી માલવીયા વાડી ખાતે કરાશે.

આગામી તા.૨૧મી ઓકટોબરને રવિવારે સાંજે ટાગોર રોડ પર વિરાણી હાઈસ્કુલમાં યોજાનાર સામુદ્રી માતાજીના પાટોત્સવમાં આ વર્ષે અનેક નવા ફેરફારો કરવામાં આવ્યા છે.

નવી પેઢીને સમાજ તરફ વાળવા તેની ઓળખ કરાવવા અને સમાજના કાર્યક્રમો નિરસ હોય તેવી ખોટી છાપ દૂર કરવા માટે પ્રથમ વખત ડી.જે.ના તાલે રાસ - ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના ભાઈઓ - બહેનો અને બાળકો ભાગ લઈ ગરબે ઘૂમી શકશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રમોદભાઈ એચ. પારેખ (કાકુભાઈ) અને ઉપપ્રમુખભાઈ લલીતભાઈ કે. કુરાણી, પ્રોજેકટ ચેરમેન અતુલભાઈ કોઠારી, જીજ્ઞેશભાઈ વૈદ, જયેશભાઈ ધ્રુવ, કમલેશભાઈ શેઠ, કિશોરભાઈ વસાણી, શાંતિભાઈ ધાબળીયા, રાજુભાઈ ધ્રુવ, મહેશભાઈ જનાણી, વૃંદાવનભાઈ ગગલાણી, સુધીરભાઈ શેઠ, કેતનભાઈ કાચલીયા, જયેશભાઈ મહેતા, અશ્વિનભાઈ દોશી, જીતેન્દ્રભાઈ આણંદપરા, વિશાલભાઈ મીઠાણી, રજનીભાઈ મલકાણ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. જાણીતા શિક્ષણવિદ કૃષ્ણકાંતભાઈ ધોળકીયા અને ઉદ્યોગપતિ મનસુખભાઈ વજીર માર્ગદર્શન આપી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:37 pm IST)