રાજકોટ
News of Friday, 12th October 2018

સંત કબીર રોડ પર ત્રણ દૂકાનમાં ચોરીનો પ્રયાસ

નવા બનતા બિલ્ડીંગ પરથી ધાબા પર આવેલા દૂકાનોના દરવાજા તોડી નાંખ્યાઃ વેપારીઓમાં દેકારો

રાજકોટઃ પરમ દિવસે સામા કાંઠે ત્રણ દૂકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં એક દૂકાનમાંથી ૧૧ લાખની મત્તા ગઇ હતી. ત્યાં ગત રાત્રે સંત કબીર રોડ પર કબીર કોમ્પલેક્ષ સામે નવી બનેલી દૂકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે. જાણવા મળ્યા મુજબ દલસુખભાઇ પટેલની વી. જે. ઇમિટેશન, વિજયભાઇ પટેલની શ્રીઆરાધ્યા ઓર્નામેન્ટ અને બાજુની શ્રીજી સેલ્સમાં ઉપરના ભાગે ધાબા પરના બારણા તોડીને તસ્કરો આવ્યા હતાં અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. બાજુમાં નવું બાંધકામ ચાલુ હોઇ ત્યાંથી આ દૂકાનોના ધાબા પર ચોર આવ્યા હોવાની શકયતા છે. બનાવને પગલે વેપારીઓમાં દેકારો મચી ગયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:50 pm IST)