રાજકોટ
News of Friday, 12th October 2018

લક્ષ્મી સહકારી મંડળીના ચેક રીટર્ન કેસમાં મંડળીના સભાસદને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૧૨ : રાજકોટની જાણીતી મંડળી શ્રી લક્ષ્મી સહકારી મંડળી લી. ના બાકીદાર ગોધીયા દિનેશ રામજીભાઇ એ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે લીધેલ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે શ્રી લક્ષ્મી સહકારી શરાફી મંડળી લી.એ અત્રેની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ. જે કેસ ચાલી જતા અત્રેના જજ શ્રીએ મંડળીના બાકીદાર એવા ગોધીયા દિનેશ રામજીભાઇને ૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૨૪,૦૦૦/- નું વળતર ફરીયાદી મંડળીને આરોપી  મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, ગોધીયા દિનેશ રામજીભાઇ રહે. શ્રી મચ્છોયા, ૩-હસનવાડી, શ્રીજી પાન સામે, રાજકોટવાળાએ રાજકોટની શ્રી લક્ષ્મી સહકારી શરાફી મંડળી લી.ના સભાસદ દરજજે લોન લીધેલ. સદરહું લોનની બાકી રકમ ચુકવવા ગોધીયા દિનેશ રામજીભાઇએ રાજકોટની શ્રી લક્ષ્મી સહકારી શરાફી મંડળી લી.ને રૂ. ૨૪,૦૦૦/- નો ચેક આપેલ. જે ચેક વગર વસુલાતે પરત ફરતાં મંડળીએ તેમના એડવોકેટ મારફતે ગોધીયા દિનેશ રામજીભાઇ વિરૂદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. ત્યાર બાદ સદરહું કેસ રાજકોટના ચીફ જયુડી. મેજી. શ્રી આર.એસ. રાજપૂતની કોર્ટમાં ચાલતા આ કામના ફરીયાદી મંડળી વતી રાજકોટના એડવોકેટ કિશન એમ. પટેલ એ દલીલ કરેલ તેમજ દલીલના સમર્થનમાં સુપ્રિમ કોર્ટ- હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ પર આધાર રાખેલ તથા આરોપીએ ફરીયાદી મંડળી માંથી લોન લીધેલ હોવાની હકીકત તથા કાયદેસરના લેણાની જવાબદારી પેટે આરોપીએ ચેક આપેલ હોવાની હકીકત સાબીત થતી હોય આરોપીને સજા તથા ફરીયાદી મંડળીને વળતર ચુકવવાની રજુઆત કરેલ હતી.

ઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ધ્યાને લઇ અત્રેના ચીફ જયુડી મેજી. શ્રી આર.એસ.રાજપૂતએ ચુકાદો આપી આરોપી ગોધીયા દિનેશ રામજીભાઇને દોષીત ઠરાવી ૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૨૪,૦૦૦/-નું વળતર ફરીયાદી મંડળીને આરોપી મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી શ્રી લક્ષ્મી સહકારી શરાફી મંડળી લી. વતી રાજકોટના એડવોકેટ શ્રી કિશન એમ. પટેલ એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(3:36 pm IST)