રાજકોટ
News of Friday, 12th October 2018

જય જવાન જય કિશાન પાછળ જૂગાર રમતાં ૬ પકડાયાઃ ૧૦૫૦૦ની રોકડ કબ્જે

બી-ડિવીઝનના એભલભાઇ બરાલીયા, પ્રકાશભાઇ અને મનોજભાઇની બાતમી

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી પાછળના રોડ પરજાહેરમાં જૂગાર રમતાં છ શખ્સોને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં.

સાંજે જાહેરમાં જૂગાર રમાઇ રહ્યાની માહિતી મળતાં દરોડો પાડી અશોક ગગજીભાઇ ગોહેલ (ઉ.૪૭-રહે. સટ્ટાબજાર, ભીડભંજન-૬), આનંદ વિનોદભાઇ ભીંડે (ઉ.૪૦-રહે. ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ), અતુલ રતિલાલ ઠકરાર (ઉ.૫૮-રહે. જાગનાથ-૨૨/૩૩, શકુંતલ બિલ્ડીંગ ફલેટ-૧૦૨), નરેન્દ્રસિંહ ખોડાજી ગોહેલ (ઉ.૪૯-રહે. ખોડિયારપરા-૧ પુનિતનગર સામે), તેજસ વલ્લભભાઇ ઠક્કર (ઉ.૩૫-રહે. જીવરાજ પાર્ક બી-૧૮૯) તથા મનિષ બાબુલાલ મહેતા (ઉ.૪૨-રહે. અમરનગર-૧, મવડી પ્લોટ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૦૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ જે. ધગલ, કોન્સ. એભલભાઇ બરાલીયા, કોન્સ. પ્રકાશભાઇ ખાંભરા, કોન્સ. મહેશભાઇ ચાવડા, કોન્સ. કિરણભાઇ પરમાર, મનોજભાઇ મકવાણા, કેતનભાઇ નિકોલા સહિતે દરોડો પાડ્યો હતો.

(3:25 pm IST)