રાજકોટ
News of Friday, 12th October 2018

તંત્ર ભુલી ગયું...!!

શાસ્ત્રીનગરમાં પાણીનું સમ્પ કનેકશન બંધ કરાવ્યા બાદ પણ ૬૫ હજારનું બીલ ફટકાર્યુ !!

સોસાયટીનાં પ્રમુખ અને કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ અધિકારીઓને આળસ ખંખેરી રેકોર્ડ તપાસવા માંગ ઉઠાવી

રાજકોટ તા.૧૧: મ્યુ.કોર્પોરેશનનાં તંત્રવાહકો દ્વારા વેરા બાબતે અવાર-નવાર છબરડાઓ થાય છે તે પ્રકારે જ તંત્ર વાહકો જાણે ભુલી ગયા હોય તેમ વોર્ડ નં-૧૧માં આવેલ શાસ્ત્રીનગર (અજમેરા) સોસાયટીનું સમ્પ કનેકશન બંધ કરાવી દીધાનાં વર્ષો પછી રૂ. ૬૫ હજારનું બીલ ફટકારતાં આ બાબતે આ સોસાયટીનાં પ્રમુખ અને કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ ટેકસ ઓફીસરો તથા વોટર વર્કસનાં અધિકારીઓને આળસ ખંખેરીને રેકોર્ડ તપાસે તેવી માંગ ઉઠાવી છે.

આ અંગે ઘનશ્યામસિંહે એક યાદીમાં જણાવ્યંુ છે કે, શાસ્ત્રીનગર સોસા.માં પાણી સપ્લાય માટે બે શમ્પ કનેકશન ધરાવતું હતું બાદમાં રા.મ્યુ.કોર્પો. દ્વારા ડોર ટુ-ડોર નળ કને. અપાતા આ બન્ને સમ્પ કનેકશન સોસાયટી દ્વારા સંપુર્ણ વેરો ભરીને બંધ કરાવેલ હતા. ને આ કનેકશન સોસાયટી દ્વારા ભરવામાં આવેલ ડીપો.ની રકમ પણ રા.મ્યુ.કોર્પો. દ્વારા સોસાયટીને પરત કરવામાં આવી હોવા છતાં પણ આ વેરા બાબતની કામગીરી સંભાળતા અને મોટા પગાર ધરાવતા તેમજ કામગીરી પ્રત્યે લાપરવાહી દર્શાવતા. આળસુ અધિકારીશ્રીઓને આજે પણ ખબર નથી કે કનેકશન બંધ કરાવેલ છે અને ડીપોઝીટની રકમ પણ પરત લઇ લીધી છે.

આ બાબતે વોર્ડ નં.૧૧ના કોર્પો. શ્રીઘનશ્યામસિંહ જાડેજા જણાવે છે. આ અધિકારીશ્રીઓ આળસ ત્યજીને રા.મ્યુ.કોર્પો.ના રેકોર્ડ તપાસીને જો નોટીસ પાઠવે તો. રા.મ્યુ.કોર્પો. સ્ટેશનરી, મશીનરી, તેમજ પોસ્ટખર્ચ બચશે.

(3:37 pm IST)