હેરીટેજ હોટેલ ખીરસરા પેલેસને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેસ્ટ લકઝરી હોટેલનો એવોર્ડ : ર૧ શ્રેષ્ઠીઓનું સન્માન
રાજકોટ : ન્યુઝ-૧૮ ગુજરાતી દ્વારા ગઇકાલે રાજકોટ-ગુજરાતની ખ્યાતનામ હેરીટેજ ખીરસરા પેલેસ હોટેલ ખાતે યોજાયેલા શ્રેષ્ઠીઓના સન્માન સમારંભમાં મુખ્ય મહેમાન પદે ગુજરાતનાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન અને દેખાવ કરનાર ર૧ શ્રેષ્ઠીઓનું સન્માન કરાવામાં આવેલ હતુ જેમાં હોટેલ ખીરસરા પેલેસને બેસ્ટ લકઝરી હેરીટેજ હોટેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તસ્વીરમાં મુખ્યમંત્રી રૂપાણી અને સંસદ સભ્ય કુંડારીયાના હસ્તે આ એવોર્ડ હોટેલના મેનેજીંગ ડીરેકટર શ્રી દિલીપસિંહ રાણાએ સ્વીકાર્યો હતો જે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. અન્ય તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનીત શ્રેષ્ઠીઓ સમુહ તસ્વીરમાં નજરે પડે છે.