રાજકોટ
News of Thursday, 12th September 2019

ઘરેલું હિંસા અન્વયે પરિણિતાએ સાસરીયા સામે કરેલ અપીલ રદ કરતી સેસન્સ કોર્ટે

રાજકોટ તા.૧૨: ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ પત્ની દ્વારા કરવામાં આવેલ અપીલ નામંજુર કરીને સેશન્સ એન્ડ ડીસ્ટ્રીક કોર્ટ રાજકોટ મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વીગત મુજબ રાજકોટમાં રહેતા રૂબીનાબહેન ઇમરાનભાઇ ભટ્ટીનાઓએ તેમના પતિ ઇમરાનભાઇ કાદરભાઇ ભટ્ટી તેમજ તેમના સાસું અને નણંદ સામે રાજકોટ મુકામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ ભરણ પોષણ મેળવવા, મકાનભાળું મેળવવા, દુઃખ ત્રાસ અંગેનું વળતર વગેરે દાદ મેળવવા અરજી કરેલ હતી. અરજદારની અરજી મુજબ પતી સાસુ તેમજ નણંદનાઓએ અરજદારને દુઃખ ત્રાસ આપતા હોય તેમજ ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતાં રાજકોટ મુકામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ ભરણ પોષણ મેળવવાસ, મકાનભાળું મેળવવા, દુઃખ ત્રાસ અંગેનું વળતર વગેરે દાદ મેળવવા અરજી કરેલ હતી.

આ કામે સામાવાળાઓ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ ધ્યાને લઇ તથાં સામાવાળાના વકીલ શ્રી દેવાંગ અનંતરાય ત્રિવેદીની દલીલો ધ્યાને લઇ અને નીચેની કોર્ટ દ્વારા આ અરજદારની અરજી નામંજુર કરેલ હતી.

આ હુકમથી નારાજ થઇ અરજદાર રૂબીનાબેન નીચેની કોર્ટનાં હુકમ સામે અપીલ અરજી ફાઇલ કરેલ હતી જે અપીલ અરજીમાં પણ સામાવાળાના એડવોકેટ દેવાંગ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ ઉપરોકત દલીલો ધ્યાને લઇ સેશન્સ  એન્ડ ડીસ્ટ્રીક કોર્ટે અપીલ અરજીના મંજુર કરેલ હતી.

અપીલનાં કામે સામાવાળા ઇમરાનભાઇ વતી એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી રોકાયેલ હતા.

(3:45 pm IST)