રાજકોટ
News of Thursday, 12th September 2019

BSNLની માઠી દશાઃ એગષ્ટનો પગાર તો નથી થયો પરતું ઈન્કમટેક્ષ GST- EPF- LIC જીઈબીને પણ કરોડો ચુકવવાના બાકી!!..

છેલ્લા ત્રણ મહિનાથી રાજ્કોટ સહિત ગુજરાત સર્કલ પાસે ૬૦૦ કરોડ જેવી રકમ કેન્દ્રિય કચેરીઓ માંગે છે??.. : હાલ રાજકોટમાંની વીજ કનેકશન નથી કપાયા પરંતુ રૂરલ વિસ્તારમાં ૧૦ ટાવરના કનેકશન કટ કરી નખાયા... : સરકારે નાણા બધા કાપી લીધા પરંતુ ગ્રાંટ ન આપી હોય ૬ કરોડનો પગાર પણ ચૂકવાયો ન હોય મચી ગયેલો દેકારોઃ પ્રચંડ રોષ...

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત દેશભરમાં બીએસએનએલ કર્મચારીઓની માઠી દશા થઇ ગઇ છે, ઓગષ્ટ મહિનાનો પગાર હજુ ચુકવાયો નથી રાજકોટમાં ૮૫૦થી ૯૦૦કર્મચારીઓ છે, તે તમામનો  ૬ કરોડ જેવો પગાર બાકી છે. સરકારે ઈપીએફ, વીમો, એલઆઇસી, જીએસટી, ઈન્કમટેક્ષ સોસાયટીના પેમેન્ટ વિગેરે કાપી લીધા છે. પરંતુ ત્રણ મહિનાથી આ તમામની પગારની ગ્રાંટ આવી નથી.

અધિકારી સુત્રોએ રોષ સાથે જણાવેલ કે રાજકોટમાં ૧૦ કરોડ સહિત ગુજરાત સર્કલમાં ૬૦૦ કરોડ જેવી રકમ ઉપરોકત તમામ કેન્દ્રિય કર્મચારીઓને ૨થી૩ મહિનાની ભરવાની થાય છે, સરકારે પગારમાંથી ટીડીએસ વિગેરે બધુ કાપી લીધુ છે. પરંતુ ઈન્કમટેક્ષને  ભર્યા નથી. તો વેન્ડરોના જીએસટી કપાયા પણ તે ભરાયા નથી. આવી જ રીતે એલઆઇસીને કે જીઇબીને પૈસા અપાયા નથી.

જીઇબીનું લાઇટોનું બીલ લાખોનું બાકી છે રાજકોટમાં નો ટાવરના કનેકશન કપાયા નથી પરંતુ રૂરલ વિસ્તારમાં ૧૦ ટાવરના કનેકશન વિજતંત્રે કાપી નાખતા આ સંખ્યાબંધ - ગામડા વિસ્તારમાં ફોન ઠપ્પ થઇ ગયા છે.

ઓગષ્ટ મહિનાનો કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી, અધિકારીઓમાં - કર્મચારીઓમાં ભારે દેકારો છે. પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. કેન્દ્ર સરકાર ઉપર તડાપીટ બોલી રહી છે.

(3:24 pm IST)