રાજકોટ
News of Thursday, 12th September 2019

ફયુઝ થાંભલા ઉપર હતા તો સારુ હતુઃ શોર્ટ સરકીટ નહોતુ થતુ...ડાયરેકટ લાઇનથી ભારે ભય

રાજકોટના એક જાગૃત નાગરિકે જીઇબીના તંત્રને કરેલી અપીલ...: જોકે જીઇબીના અધિકારીઓ કહે છે... એવુ નથી... દરેક થાંભલા ઉપર વ્હાઇટ કલરના જંકશન બોકસ મૂકેલા છે.. એ ફયુઝ કરતા પણ સારૂ છે...શોર્ટ સરકીટમાં અન્ય કારણો હોઇ શકે...

રાજકોટ તા. ૧૨: રાજકોટના એક જાગૃત નાગરીકે વીજ તંત્રને એક હ્રદયસ્પર્શી અપીલમાં કહ્યુ છે કે , પહેલા જીઇબીના દરેક થાંભલે ફયુઝ રહેતા અને તેમાંથી લોકોના ઘરોમાં લાઇનો કપાતી, અને એ સમયે શોર્ટ સરકીટ થતા ઘરની અથવા તો થાંભલા ઉપરની લાઇટો ફયુઝ ઉડી જવાને કારણે બંધ થઇ જતી, પરંતુ હવે ફયુઝ કાઢીને થાંભલેથી  ડાયરેકટ ઘરોમાં કનેકશન અપાય છે., જેથી શોર્ટ સરકીટ થાય ત્યારે લાઇટો જતી નથી., વીજ પ્રવાહ ચાલુ રહે છે. પરીણામે શોર્ટ સરકીટના બનાવો વધ્યા છે. અને લોકોના મૃત્યુ થાય છે., માટે જીઇબીએ ફરીથી શેરી સોસાયટીમાં થાંભલા ઉપર ફયુઝ મુકવા જોઇએ.

દરમિયાન આ બાબતે જીઇબીના ટોચના એક અધિકારીએ જણાવેલ કે આ બાબત મોટી છે, કારણ કે હવે દરેક  થાંભલા ઉપર વ્હાઇટ જંકશન બોકસ મૂકવામાં આવે છે.. તે આનાથી સેઇફ છે. અને તેમાંથી કનેકશનનો અપાય છે. શોર્ટ સરકીટમાં અન્ય કારણો પણ હોઇ શકે છે.

(1:09 pm IST)