રાજકોટ
News of Thursday, 12th September 2019

રાજકોટ જિલ્લામાંથી શહીદ થાય એના પરિવારને પંચાયત તરફથી સહાય

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી પ્રસ્તાવઃ આરોગ્ય અને બાંધકામ વિભાગના અધિકારીઓ પર સભ્યોની તડાપીટ

રાજકોટ તા ૧૨ :  જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે ૧૧.૩૦ વાગ્યે  પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતમાં યોજાયેલ છે, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાંથી  કોઇ સૈનિક શહીદ થાય તો તેને રૂા ૫૦ હજાર થી રૂા ૧ લાખ સુધીની સહાય કરવા માટેનો પ્રસ્તાવ પ્રમુખ સ્થાનેથી રાખવામાં આવ્યો છે.  ચર્ચાના અંતે જોગવાઇ સહિતનો ઠરાવ કરવામાં આવશે. આરોગ્ય, બાંધકામ, સિંચાઇ સહિતના વિભાગોમાં પ્રજાકીય કામોમાં તંત્ર પર તડાપીટ બોલાવવાની તૈયારીમાં દેખાય છે. કુલ ૧૪ પ્રશ્નો ચર્ચામાં છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બાગીઓ સામાન્ય સભામાં હાજર રહે તો પ્રારંભ ેજ વ્હીપ આપી દેવાનો કોંગ્રેસનો વ્યુહ છે. સામાન્ય સભામાં રાજકીય રીતે મહત્વનો કોઇ નિર્ણય ન હોવાથી જુથવાદની દ્રષ્ટિએ સભા શાંતિપૂર્ણ રહેવાના સંજોગો છે.

આ લખાય છે ત્યારે સામાન્ય સભા શરૂ થવાની તૈયારી છે. (૩.૮)

(11:47 am IST)