રાજકોટ
News of Wednesday, 11th September 2019

કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીના અણઘડ વહીવટથી ભવનમાં પ્રવેશ કાર્યવાહી ખોરંભેઃ કોંગ્રેસ

બીનજરૂરી ફેરફાર અને વહીવટી વિભાગની દખલગીરીથી શિક્ષણ અને પ્રવેશ કાર્ય પર ગંભીર અસર : કુલપતિને આવેદન

રાજકોટ, તા., ૧૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એમ.ફીલ. ઈગ્લીશ વિષયની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ. આ પરીક્ષામાં ૯ બેઠકો ભરવાની હતી. આ બેઠકો પૈકી કઈ કેટેગરીની કેટલી બેઠકો છે તેની જાણ અગાઉથી કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તા. ૬/૮ ના રોજ એમ.સી.કયુ. પ્રકારની પરીક્ષા આપી હતી. જેમાં બીનજરૂરી કુલપતિ અને કુલનાયકની દખલગીરીની શિક્ષણ અને પ્રવેશ કર્યા ખોરંભે પડયું. આજે કોંગ્રેસ દ્વારા કુલપતિને આવેદન પાઠવાયું છે.

કોંગ્રેસે એક યાદીમાં જણાવ્યું છે  કે તો પ્રવેશ મેળવેલા વિધાર્થીઓની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવરે તેવા  સમગ્ર શિક્ષણ જગત માટે આંચકા સ્વરૂપ છે. આપ અને આપના પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક ફુલપતિઓએ અને ઉપકુલપતિઓએ  વહીવટની ધુરા સંભાળી છે. સામાન્યતઃ વિધાર્થીઓના પ્રવેશ બાબતે જયારે કોઈ ફરીયાદ મળે ત્યારે જ યુનિવર્સિટીનો વહીવટી વિભાગ પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે રસ લેતો થાય છે. વિધાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા ભવનના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયત થયેલા ઓર્ડિનન્સ સ્ટેચ્યુટ મુજબ કરતા હોય ત્યારે વહીવટી વિભાગ તરફથી કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ યોગ્ય જણાતો નથી. આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહીવટી વિભાગે  હસ્તક્ષેપ કર્યો અને જેના પરિણામે પ્રવેશ સંદર્ભની કાર્યવાહી વારંવાર બદલવી પડી છે.

કોંગ્રેસે  આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ સંબંધી નિયમો યુનિવર્સિટી કક્ષાએથી એક થી વધુ વખત બદલાયા. જેના કારણે ભવનના અધ્યક્ષોને પ્રવેશની કાર્યવાહીમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો. (ર) પ્રવેશ સંદર્ભે મેરીટ લીસ્ટ અને અનામતની કેટેગરી કઈ રીતે ગણાશે તે સંદર્ભે યુનિવર્સિટીના વહીવટી વિભાગ દ્વારા  કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા વારંવાર ફેરફાર કરાતા તમામ ભવનોમાં એકસરખી રીતે મેરીટ લીસ્ટ તૈયાર કરવાની કાર્યવાહી થઈ શકી નહી. (૩) ભવનોમાં મેરીટ મુકવાના સંદર્ભમાં પણ યુનિવર્સિટીના વહીવટી વિભાગ દ્વારા વારંવાર હસ્તક્ષેપકરાતા અનુસ્નાતક ભવનની બેઠકો વધતી ઓછી કરવામાં આવી જ બાબત પણ સામાન્યતઃ ભવનના અધ્યક્ષના કાર્યક્ષેત્રમાં આવતી હોય છે. (૪) એમ.ફીલ. પ્રવેશ માટે ખુબ મોડી જાહેરાત થઈ તે માટે પણ યુનિવર્સિટીનો વહીવટી વિભાગ જવાબદાર છે. ર્ં - (૫) એમ.ફીલ. -પ્રવેશ માટે ભવનોમાં કેટલી બેઠક રાખવી તે નિર્ણય ભવનના અધ્યક્ષ કક્ષાએ થી લેવાય, આમ છતાં યુનિવર્સિટીના વહીવટી વિભાગે પરીક્ષા પછી પણ જરૂર પડયે આ બેઠકમાં ફેરફાર કર્યો હતો. (૬) એવું પણ બન્યું છે કે એમ.ફીલ. ફીઝીકલ એજયુકેશનમાં જાહેરાત આપવામાં આવી. વિધાર્થીઓ પાસે અર જીઓ મંગાવવામાં આવી, આજ દિન સુધી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને યુનિવર્સિટી વહીવટી વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી.

(4:35 pm IST)