રાજકોટ
News of Wednesday, 11th September 2019

'ત્રિકોણ બાગ કા રાજા' : સાંજે સત્યનારાયણની કથા અને રાસોત્સવ : કાલે વિસર્જન યાત્રા

રાજકોટ : જાજરમાન ગણપતિ મહોત્સવ 'ત્રિકોણબાગ કા રાજા' અંતિમ ચરણમાં પ્રવેશેલ છે. આજે સાંજે ભગવાન સત્યનારાયણની કથા રાખેલ છે. રાત્રે દાંડીયા રાસ રાખેલ છે. ગઇ કાલે શ્રીથાનથજીની ઝાંખી કાર્યક્રમમાં શનિ કોટેચા અને તેમની ટીમે ભારે જમાવટ કરી હતી. સાયં આરતીમાં આજકાલ દૈનિકના મોભી શ્રી ધનરાજ જેઠાણી, શ્રી ચંદ્રકાન્ત જેઠાણી, શ્રી અનિલ જેઠાણી, રજનીબેન જેઠાણી, વંશિકાબેન જેઠાણી, દિવ્ય કેશરી અખબારના પરેશભાઇ દાવડા, રાજકોટ ગૌરક્ષક દળના અલ્પેશભાઇ લહેરૂ, કાનાજી ચૌહાણ, કલ્પેશભાઇ ગમારા, પરેશભાઇ ટોપણ, વિકકી વાજા, સેન્ટ પોલ સ્કુલના ફાધર જેન્સ, ચંદ્રકાન્તભાઇ પાટીલ, અજીતભાઇ આહુજા, રાધાકિશન આહુજા, જયકિશન આહુજા, દિનેશભાઇ આહુજા, ચિત્રકાર મહાવીરસિંહ ઝાલા, ચંદ્રકાન્તભાઇ શેઠ, રામભાઇ બરછા, રાજદીપસિંહ જાડેજા, અભિજીતસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર, કોંગ્રેસ અગ્રણી બહાદુરભાઇ સિંધવ, રાજકોટ ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના રક્ષાબેન બોળીયા, ડો. જગદીશ ધકાણ, ભાવેશભાઇ પારેખ, એલ.આઇ.સી.ના જે. કે. અરોરા, કેતનભાઇ બારાઇ, જે. સી. મહેતા, અજયપાલ વર્મા, ખોડુભા ગોહિલ વગેરેએ ઉપસ્થિત રહી ગણપતિ વંદના કરી હતી. ૧૧ દિવસીય આ આયોજનને સફળ બનાવવા જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ કુમારપાલ ભટ્ટી, વિશાલ કવા, ધવલ વાડોદરા, ઇન્દ્રદીપ વ્યાસ, નરેન્દ્ર પરમાર, નાગજભાઇ બાંભવા, વિમલ નૈયા, હાર્દીક વિઠ્ઠલાણી, ધવલ કાચા, વંદના ટાંક, યોગેન્દ્ર છનિયારા, અભિષેક કણસાગરા, વૈભવ ચાંગાણી, પ્રકાશ કાપડી, ભરત મકવાણા, પરાગ ગોહેલ, અમિત ભુવા, સુર્યજીતસિંહ ચૌહાણ, પાર્થ કોટક, રાહુલ કકાસણિયા, કિશન સિધ્ધપરા, સિધ્ધરાજ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:45 pm IST)