રાજકોટ
News of Wednesday, 11th September 2019

વિજયભાઇ રાજકોટ પર અનરાધાર વરસ્યાઃ બે વર્ષમાં ૧ર૬૬ કરોડ ફાળવ્યા

રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા મુખ્યમંત્રી તત્પરઃ નવી ૧૯ ટી.પી.સ્કીમો સહીતના શહેરની પ્રગતિ રૂપ કાર્યો વેગવાનઃ કાનગડ

રાજકોટ તા. ૧૧ : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ર વર્ષના કાર્યકાળ દરમિયાન હોય ટાઉન રાજકોટ ઉપર અનરાધાર લાગણી વરસાવી વિવિધ વિકાસો કામો માટે કુલ ૧ર૬૬ કોરડ ફાળવ્યા છે આજે આ અન્વયે તેઓએ શહેરમાં ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યા છે. તેમ સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું. આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડે જણાવ્યુંહતું કે સરકારશ્રીની ગ્રાંટમાંથી છેલ્લા બે વર્ષમાં શહેરના ત્રણેય ઝોનમાં મોન્સુન ગ્રાંટમાંથી રૂ.રપ કરોડના ખર્ચે રસ્તાના કામ કરવામાં આવેલ છે. સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટમાંથી પેવર કામ, ડી.આઇ.પાઇપલાઇન, ડ્રેનેજ નેટવર્ક સહીતના રૂ.૪૧.૪૩ કરોડના કામો કરવામાં આવ્યા છે. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૧૪ આવાસો બનાવવા આવેલ છે તથા ૬૪૭૮ આવાસાોની કામગીરી પ્રગતીમાં છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૬૩.૧૮ કરોડ તથા રાજય સરકાર તરફથી રૂ.૧૬૩.૭૮ કરોડની ગ્રાંટ આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ૪૬૮પ આવાસો બનાવવામાં આવેલ છે આ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૧૯.૦૭  કરોડ તથા રાજય સરકાર તરફથી રૂ.પ૯.૬૦ કરોડની ગ્રાંટ આપવામાં આવેલ છે.  શહેરમાં હોસ્પિટલ ચોક પાસે આવેલ શાળા નં. ૧૦નું જુનુ બિલ્ડીંગ પાડી તેની જગ્યાએ નવી ડોરમેટરી બનાવવા તથા તેના નિભાવ માટે સરકાર તરફથી રૂ.ર.૪૯ કરોડ ગ્રાંટ આપવામાં આવેલ છે.

રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવા માટે સરકારશ્રી તરફથી ર૬.૦૯ કરોડની ગ્રાંટ આપવામાં આવેલ છે. વેસ્ટઝોનમાં આધુનિક લાયબ્રેરી બનાવવા માટે કુલ રૂ.પ.ર૭ કરોડનો ખર્ચ થયેલછે. તેમાંથી ૧૪માં નાણાપંચ હેઠળ રૂ.ર.૦૭ કરોડની ગ્રાંટ આપવામાં આવેલ છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં લાયબ્રેરી બનાવવા સ્વર્ણીમ જયંતી મૂખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ.પ.૩૭ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આ કામ હાલ ગતીમાં છે. આ ઉપરાંત તાજેતરમાં ઓગસ્ટમાસમાં જુદા જુદા વિકાસ કામો માટે રૂ.૧૦૮.૪૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

રાજય સરકારશ્રી દ્વારા શહેરમાં કુલ-૭ બ્રીજ માટે રૂ.૭પ કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે તેમજ ચાલુ ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાને નુકશાન થતા તે માટે રૂ.રપ કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે. આમ એકંદરે જુદા જુદા વિકાસ કામો માટે આશરે રૂ.૬૯૧.૪૯ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવેલ અને શહેરમાં ૧૯ નવી ટીપી સ્કીમો પણ જાહેર કરાઇ હોવાનું સ્ટેન્ડીંગ ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડે અંતમાં જણાવેલ.

(3:35 pm IST)