રાજકોટ
News of Wednesday, 11th September 2019

આ વર્ષે પણ બહેનો માટે સરગમી ગોપીરાસ

ડી.એચ. કોલેજના મેદાનમાં ઓરેકેસ્ટ્રાના સથવારે મુંબઇના ગાયકો ધુમ મચાવશેઃ દરરોજ ઇનામોઃ ફોર્મ વિતરણ ચાલુ

રાજકોટઃ તા.૧૧, સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજીત બહેનો માટેનાં ગોપી રાસોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવ અને ફકત બહેનો માટે સરગમી ગોપી રાસોત્સવનું નવરાત્રિમાં આયોજન થાય છે.  આ વર્ષે  પણ તા.૨૯ થી તા.૮ સુધી રાસોત્સવનું આયોજન કરાયું છે. 

 આ ગોપીરાસમાં ભાગ લેવા ઈચ્છતી સરગમ પરિવારની બહેનોને  રૂ.૩૦૦ના ટોકનદરે દશ દિવસનો સિઝન પાસ,જયારે અન્ય બહેનો માટે રૂ.૪૦૦માં દશ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપીરાસોત્સવમાં ઉંમર વર્ષ ૧૫થી ઉપરના  કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે.

 ગોપીરાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડ્યા (મુંબઈ), નિલેશ પંડ્યા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) ધૂમ મચાવશે. એન્કર રશ્મી માણેક કાર્યક્રમનું સંચાલન કરશે. આ રાસોત્સવમાં મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસના મધુભાઈ પરમાર તરફથી કરવામાં આવશે.

 આ નવરાત્રિ દરમિયાન દરરોજ ૫૦થી વધુ લાખેણા ઈનામો   માટે  બાનલેબ્સના મૌલેશભાઈ ઉકાણી ઼ એટ્રેકશન હેર સલૂન એન્ડ એકેડેમીના ભરતભાઈ ગાલોટિયા,   ચોકોડેનના સુધીરભાઈ પંડ્યા, ઓપ્શન શો-રૂમના શીલાબેન ચાંદરાણી, એન્જલ પંપના કિરીટભાઈ આદ્રોજા, વડાલિયા ગ્રુપના રાજનભાઈ વડાલિયા, રાધે ગ્રુપના શૈલેષભાઈ માકડિયા  અને ધિરેન્દ્રભાઇ એન્ડ કાુંના ધીરેનભાઇ લોટીયાનો સહયોગ મળી રહયો છે.  આ રાસોત્સવ માટેનાં  ફોર્મ મેળવવા માટે સરગમ કલબ (ડો. યાજ્ઞીક રોડ, કોઇન્સ કોર્નર, ત્રીજે માળે), સરગમ હેલ્થ કેર સેન્ટર (જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞીક રોડ, સરગમ ભવન (જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે), સરગમ લેડીઝ લાયબ્રેરી (એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે), સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી (મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર), સરગમ લેડીઝ લાયબ્રેરી (આમ્રપાલી સિનેમા પાસે, પોલીસ ચોકી ઉપર), અનિલ જ્ઞાન મંદિર સ્ફૂલ (બ્રહ્મ સમાજ ચોક, રૈયારોડ) ખાતે સંપર્ક કરવા યાદી જણાવે છે.નવરાત્રિ મહોત્સવમાં કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળા અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો સહકાર મળી રહ્યો છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ દોમડિયા, મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ઘોડાસરા, રાકેશભાઈ પોપટ, નિરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, કિશનભાઈ શાહ, સુરેશભાઈ નંદવાણા, બીપીનભાઈ હદવાણી, શ્રી નિખીલભાઈ પટેલ, નાથાભાઈ કાલચ્યા, જગદીશભાઈ ડોબરિયા, નરેશભાઈ લોટિયા, જીતુભાઈ બેનાણી, ભુપતભાઈ બોદર, હેતલભાઈ રાજયગુરુ, હરેશભાઈ લાખાણી, શૈલેષભાઈ માંકડિયા, યોગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલિયા, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, ભરતભાઈ સોલંકી, રાજભા ગોહિલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. બહેનો માટેયોજાઈ રહેલા આ ગોપીરાસોત્સવને સફળ બનાવવા માટેસરગમ લેડીઝકલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, જશુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, ભાવનાબેનં માવાણી સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:29 pm IST)