રાજકોટ
News of Wednesday, 11th September 2019

ચામડીના રોગો અને મોતિયાના ઓપરેશન વખતે કયો નેત્રમણી મુકાવવો તેની માહિતી અપાશે

ડો. દેવાણી દંપતિ ચામડી-આંખના રોગ અંગે વકતવ્ય આપશેઃ સિઝન્સ સ્કવેર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે નિઃશુલ્ક કાર્યક્રમઃ જાહેર જનતાને આમંત્રણ

રાજકોટઃ તા.૧૧, આંખના રોગો ફ્લોટર્સ અંગે માર્ગદર્શક કેમ્પ યોજાયા બાદ હવે મનુભાઈ વોરા મેમોરીયલ ફાઉન્ડેશન તથા સિઝન્સ કવેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખ-ત્વચાના રોગો અંગે વકતવ્ય રાજકોટ શહેરમાં યોજવામાં આવ્યું છે. જાહેર જનતા માટે આ વકતવ્ય નિઃશુલ્ક રહેશે. આગામી તા, ૧૩ ને શુક્રવારના દિવસે સાંજે ચાર કલાકે સીઝન્સ સ્કવેર હોલ સાગર ટાવર સામે, અમીન માર્ગ ખાતે યોજાનારા કાર્યક્રમમાં જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ભાવેશ દેવાણી અને આંખના સર્જન ડો. મનીષ દેવાણી માર્ગદર્શન આપવાના છે.

 ત્વચાની રોજબરોજની કાળજી તેમજ ખીલ, ખરતા વાળ અને ધાધર વિષેની માહિતી આપવામાં આવશે. ડો. ભાવેશ કહે છે, આજકાલ ચામડી ઉપર ધાધરનું પ્રમાણ વધતું જોવા મળે છે, એના માટે શું કાળજી લેવી જોઇએ અને તેને કઇ રીતે મટાડી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બજારમાં મળતા મલમ અને કીમ સ્ટીરોઇડ યુકત આવે છે એટલે તેના ઉપયોગમાં પણ સાવચેતી રાખવી જોઇએ.

 આ ઉપરાંત ડો. મનીષા આંખ ની કાળજી તેમજ આંખના નંબર ઉતારવા વિષેની માહિતી આપશે. મોતિયાના ઓપરેશન વખતે કયો નેત્રમણિ મુકવો તેમજ સારવાર વિશે ની માહિતી આપવા મા આવશે.દ્રષ્ટિ સ્કીન એન્ડ આઇકેર હોસ્પિટલ, કોમેટિક લેસર તથા હેર કેર સેન્ટર નામ ની હોસ્પિટલ મનહર પ્લોટ માં આવેલી છે, ડોકટર દંપતી ત્યાં સેવા આપી રહ્યું છે.  કાર્યક્રમ નિઃશુલ્ક હોય  જાહેર જનતા ને ઉપસ્થિત રહેવા માટે સીઝન્સ કવેર ટ્રસ્ટના એમ.ડી. અજય જોષીએ અનુરોધ કર્યો છે.

તસ્વીરમાં ડો. ભાવેશભાઇ દેવાણી, ડો. મનીષાબેન દેવાણી, અજયભાઇ જોષી, કિરીટભાઇ વ્યાસ, હર્ષાબેન રાઠોડ, વિશ્વાબેન ત્રિવેદી, બિમલાબેન ત્રિવેદી, કૃણાલ જોશી અને કલ્પેશભાઇ ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:28 pm IST)