રાજકોટ
News of Wednesday, 11th September 2019

કોમેડી ગુજરાતી ફિલ્મ 'હંગામા હાઉસ'માં રાજકોટની બાળ કલાકાર માહિ ધામી ચમકશે

રાજકોટ,તા.૧૦: ગુજરાતી ફિલ્મ રહી છે જેનું નામ છે 'હંગામા હાઉસ' ૧૩મીએ રીલીઝ થશે. 'હંગામા હાઉસ' એક હાસ્યથી સભર પારિવારિક ફિલ્મ છે જેમાં જીત કુમાર, ચેતન દૈયા, હેમંત ઝા, જીજ્ઞેશ મોદી, હરિશ ડાગિયા, ચિની રાવલ, કૃષ્ણ દવે સહિતના કલાકારોનો કાફલો છે. આ ફિલ્મ માં બાળ કલાકાર તરીકે રાજકોટના વૈદ્ય અભયભાઈ મોહનલાલ ધામીની પૌત્રી, પ્રિયંક (મો.૯૭૩૭૦ ૦૧૪૭૨) તથા અમીબેન ની પૂત્રી માહિએ રોલ અનોખા અંદાજ સાથે નિભાવ્યો છે. 'હંગામા હાઉસ' ફિલ્મના નિર્માતા સવ્યા ભાટી છે તથા ડિરેકટર હનિફ છિપા છે. ફિલ્મના ડાયલોગ્સ ઈર્શાદ દલાલે લખ્યા છે.

ગુજરાતી ફિલ્મોનો જે નવો દોર ચાલુ થયો છે તેમાં 'હંગામા હાઉસ ફિલ્મ' આગળની કડી છે. ફિલ્મના ગીતો ફાલ્ગુની પાઠક અને ઓસમાણ મીર જેવા ગુજરાતના દિગ્ગજ ગાયકોના કંઠે ગવાયા છે તથા બોલીવુડના જાણીતા ગાયક નકસ અઝીઝે પણ પોતાનો કંઠ આ ફિલ્મમાં આપ્યો છે. ફિલ્મના ગીતો ના લિરિકસ ઈકબાલ કુરેશી એ આપેલા છે. ફિલ્મના ગીતો પ્રોફેશનલ કોરિયોગ્રાફર જીત સિંહ અને માધવ કિશન ડિરેકટ કર્યા છે. આ ફિલ્મ માં કોસ્ચયુમ ડીઝાઈનર તથા સ્ટાયલિસ્ટ સવ્યા ભાટી દ્વારા કરવામાં આવ્યું છે સંબંધ સાચવવા બોલાતું એક સામાન્ય જુઠ કયારે મોટું સ્વરૂપ ધારણ કરી લે અને તેના કારણે જે સિચ્યુએશનલ કોમેડી સર્જાય તે આ ફિલ્મમાં બખૂબી રીતે દર્શાવવામાં આવી છે.

આખું પરિવાર સાથે હળીમળીને જોઈ શકે એવી સ્વચ્છ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ૧૩ સપ્ટેમ્બરે  સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(3:35 pm IST)