રાજકોટ
News of Monday, 12th August 2019

એક શામ આઝાદી કે નામ....માત્ર બહેનો માટે સંગીત સંધ્યા

સ્વતંત્રતા પર્વ અંતર્ગત વી આર વન મહિલા સોશ્યલ ગ્રુપ દ્વારા બુધવારે નિઃશુલ્ક કાર્યક્રમઃ પૂનમબેન ગજેરા અને તેની ટીમ દેશભકિતના ગીતો પીરસશેઃ મહિલાઓને આમંત્રણ

રાજકોટ તા. ૧રઃ વી. આર. વન. મહિલા સોશ્યલ ગૃપ એટલે રાજકોટમાં ચાલતા જુદાજુદા વિસ્તારોના લેઉવા પટેલ મહિલા સોશ્યલ ગૃપનો સમૂહ. બધા સોશ્યલ ગૃપ સંગઠનની ભાવનાથી જોડાઇને પ્રાચીન વૈદિક સંસ્કૃતિને ટકાવવાની નેમ સાથે સમાજમાંથી અંધશ્રધ્ધા, કુરિવાજો, દેખાદેખી, વૃધ્ધાશ્રમો વગેરે બદીઓ નાબુદ થાય તેવી નેમ સાથે સંગઠિત થઇ સુદૃઢ સમાજનું નિર્માણ કરવામાં અમુલ્ય ફાળો આપી શકે તેવા હેતુસર વર્ષ દરમ્યાન જુદાજુદા સેમીનાર અને કાર્યક્રમ કરતાં હોય છે.

આવા કાર્યક્રમોના ભાગરુપે દેશભકિતની ભાવના ઉજાગર કરવા માટે તથા આઝાદીનું મુલ્ય બહેનોને સમજાવવા માટે આઝાદીના સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારના રોજ બપોરે ર.૩૦ થી ''એક શામ આઝાદી કે નામ'' સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર બહેનો પુરતું મર્યાદિત છે.  જેમાં પૂનમબેન ગજેરા અને તેની ટીમ દ્વારા દેશભકિતના ગીતો રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમનો હેતુ નારી શકિતને ઉજાગર કરી, કોઇ પણ પડકારોનો હિંમતભેર સામનો કરી શકે તેવી બનાવી સાચા અર્થમાં મહિલા સશકિતકરણ કરવાનો છે. વી. આર. વન. મહિલા સોશ્યલ ગૃપના શર્મિલાબેન બાંભણીયા, જાગૃતિબેન ઘાડિયા, અનિતાબેન દુધાત્રાના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ મહિલા સોશ્યલ ગૃપ-બેડીપરા, શ્રી મહિલા સેવા સમિતિ-વાણીયાવાડી, સારથી મહિલા સોશ્યલ ગૃપ, ક્રાંતિ માનવ મહિલા સોશ્યલ ગૃપ, SPG તેજસ્વીની ગૃપ, શિવશકિત મહિલા મંડળ-મવડી, નારીશકિત મહિલા સંગઠન, શ્રી ખોડીયાર સાથી મહિલા મંડળ તથા સમાજસેવી બહેનોના સહિયારો પ્રયાસ થકી રીટાબેન લુણાગરીયા, મીનાબેન શિંગાળા, કવિતાબેન વાડોદરિયા, હંસાબેન અકબરી, સોનલબેન ચોવટિયા, રાજેશ્રીબેન માલવિયા, વર્ષાબેન ટોપિયા, જયશ્રીબેન વૈષ્ણવ, મીનાબેન પરસાણા, કૈલાશબેન માયાણી, દક્ષાબેન સગપીરયા, શોભનાબેન સાકરિયા, કિરણબેન હરસોડા, જયશ્રીબેન કાછડિયા, પ્રભાબેન ગજેરા, ભારતીબેન ગીણોયા, ચંદ્રિકાબેન વણપરીયા, લક્ષ્મીબેન પાનસુરીયા, મનીષાબેન રામાણી, ભાવનાબેન લુણાગરીયા, હીનાબેન હીરપરા, લતાબેન સોરઠીયા, શિતલબેન અજાણી, માહી પટેલ, સ્વાતી ખોખરીયા, ધારા રામાણી, ભાવિકા લીંબાસીયા, પ્રિયંકા ગોંડલીયા, રમાબેન દેસાઇ, રશ્મિબેન સગપરીયા, મધુબેન આંબલીયા, હંસાબેન ત્રાપસીયા વગેરે બહેનો જહેમત ઉઠાવી રહૃયા છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આયોજન બહેનો સર્વશ્રી શર્મિલાબેન બાંભણીયા, જાગૃતિબેન ઘાડિયા, સોનલબેન ચોવટીયા, મીનબેન પરસાણા, કૈલાશબેન, માયાણી, દક્ષાબેન સગપરીયા, શોભનાબેન સાકરિયા, રશ્મિબેન સગપરીયા, કિરણબેન હરસોડા, જયશ્રીબેન કાછડિયા, ભારતીબેન ગીણોયા, ચંદ્રિકાબેન વણપરીયા, લક્ષ્મીબેન પાનસુરીયા, માહી પટેલ, ભાવિકા લીંબાસીયા નજરે પડે છે.

(3:44 pm IST)