રાજકોટ
News of Friday, 12th July 2019

ધ્યાનથી જીવન સંપૂર્ણપણે બદલાય : સ્વામી રવિન્દ્ર ભારતી

ગુરૂપૂર્ણિમા નિમિતે કાલે ઓશો વાટીકામાં 'સહજતા' વિશે શિબિર

રાજકોટ, તા. ૧૨ : ધ્યાનથી જીવન બદલાય આ શબ્દો છે સ્વામી રવિન્દ્ર ભારતીના. આવતીકાલે શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલ ઓશો વાટીકામાં 'સહજતા' વિશે તેઓની શિબિર યોજાયેલ છે.

તેઓએ જણાવેલ કે મેં મારૂ સમગ્ર જીવન ઓશોને સમર્પિત કરી દીધુ છે. વર્ષ ૧૯૭૪માં હું ઓશો સન્યાસી બન્યો હતો. એક વખત ઘરે ઓશોની કેસેટ સાંભળી અને તેનો પ્રથમ અવાજ જ મને સીધો દિલમાં સ્પર્શી ગયો. અત્રે નોંધનીય છે કે સ્વામી રવિન્દ્ર ભારતીજીની દેશ-વિદેશમાં શિબિરો યોજાય છે.

શહેરની ભાગોળે ૮ એકર જગ્યામાં આવેલ ઓશો વાટીકામાં આવતીકાલે ૧૩મીના સાંજે ૬ વાગ્યાથી શિબિર શરૂ થશે. જયારે અહિં દરરોજ સવારે ૬ થી ૭ ધ્યાન કરાવાય છે. દર રવિવારે સાંજ ૪ થી ૮ શિબિર યોજાય છે અહિં ૭૦ લોકો ધ્યાન કરી શકે અને રહેવા જમવાની સુવિધા છે. વધુ માહિતી માટે મો.૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં સ્વામી રવિન્દ્ર ભારતી, સ્વામી સંજય સરસ્વતી, સ્વામી પ્રેમ સંગીત, મા ધ્યાન રસીલી અને પ્રેમસ્વામી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)