રાજકોટ
News of Friday, 12th July 2019

ધોળકીયા, મોદી, પાઠક તથા તપોવન સહિતની સ્કુલો આસપાસના વિસ્તારમાં રોડ પરનું પાર્કિંગ દુર

પાર્કિંગ વિહોણી ૬ સ્કુલોને ૨૮ હજારનો દંડ : વાહનો ટોઇંગ કરાયાઃ અંદર પાર્કિંગ કરવા સુચનાઃ મ્યુ.કોર્પોરેશન અને ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન અને શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા   આજે સવારે સાધુવાસવાણી અને ૧૫૦ ફુટ રીંગ રોડનાં બીઆરટીએસ રૂટ સહિતનાં વિસ્તારમાં મુખ્ય રોડ પર સ્કુલનાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા વાહનો પાર્કિંગ અન્વયે મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમા ધોળકીયા બોયઝ સ્કુલ - સાધુ વાસવાણી રોડ, અર્ચના પાર્ક, ધોળકીયા ગર્લ્સ સ્કુલ - સાધુ વાસવાણી રોડ, અર્ચના પાર્ક, મોદી સ્કુલ-૧૫૦ ફુટ રીંગ રોડ, મોદી સ્કુલ- તિરૂપતીનગર, પાઠક સ્કુલ- બાલાજી હોલ, ૧૫૦ ફુટ રીંગ રોડ તથા તપોવન સ્કુલ- ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતની ૬ સ્કુલો આસપાસનાં વિસ્તારમાં રોડ પરનું પાર્કિંગ દુર કરાવી અંદર પાર્કિંગ કરાવેલ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા સ્કુલોને રૂ.૨૮ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા. આ કામગીરી મ્યુ.કમિશ્નર બંછાનિધી પાનીની સુચના અને  મ્યુ.કોર્પોરેશનનાં ટાઉન પ્લાનીંગ અધિકારી એમ.ડી.સાગઠીયાના માર્ગદશ્ર્ન હેઠળ ટી.પી , વીજીલન્સ, જગ્યા રોકાણ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ તથા શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી હોવાનું મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)