રાજકોટ
News of Friday, 12th July 2019

મ્યુ. કોર્પોરેશનના 1BHK ૨૧૭૬ આવાસ સામે ૩૮ હજાર ફોર્મ ઉપડયાઃ પરત કરવા ૩૧ જુલાઇ સુધી મુદ્દત

આઇ.સી.આઇ.સી બેંકની તમામ શાખા તથા મ્યુ.કોર્પોરેશનનાં ૬ સીવીક સેન્ટર પર ફોર્મ સ્વિકારાશેઃ બંછાનિધી પાની

રાજકોટ,તા.૧૨:  મહાનગરપાલિકા દ્વારા  હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ તા.૦૧જુલાઇ રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ.બેન્કની વિવિધ ૧૪ શાખા પરથી શરૂ થઇ ગયેલ છે. ઉપરાંત આ આવાસ યોજનાના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાના છ સિટી સિવિક સેન્ટર પરથી પણ ફોર્મનું વિતરણ કરવામાં આવી રહયું છે. ફોર્મનું વિતરણ એક મહિના સુધી થવાનું છે. આજ દિન સુધીમાં ૩૮ હજાર જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ ફોર્મમાં જરૂરી માહિતી ભરી તા.૩૧ જુલાઇ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના છ સિવિક સેન્ટર અને આઇ.સી.આઇ.સી બેંકની વિવિધ જે તે શાખા પર પરત કરવાના રહેશે તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે મ્યુ.બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર–૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ  સિટી સિવિક સેન્ટર પરથી તારીખૅં ૦૧ જુલાઇ થી ૩૧જુલાઇ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે. સિટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦:૩૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તા. ૩૧ જુલાઇ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. તા.૩૧જુલાઇ પછી પરત કરનાર નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

(3:40 pm IST)