રાજકોટ
News of Friday, 12th July 2019

બહેનો સત્સંગ પ્રવૃત્તિમાં જોડાઇને સામાજીક કાર્યો કરે : પૂ.અ.સૌ. ઉર્વશીકુંવરબા

શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા ત્રિદિવસીય મહિલા સત્સંગ શીબીર સંપન્ન : ર હજાર બહેનો સામેલ

રાજકોટ : સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપીત પૂ. આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ તથા સ્ત્રી ભકતોના ગુરૂપદે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના અધ્યક્ષા પૂ.અ.સૌ. ગાદીવાળા માતુશ્રીની શુભ પ્રેરણાથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ રાજકોટ દ્વારા તાજેતરમાં ત્રિદિવસીય શીબીરનું આયોજન કરાયુ હતુ. શીબીરનું ઉદ્દઘાટન પૂ. આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના દ્વીતીય સુપુત્રી પૂ. અ.સૌ. ઉર્વશીકુંવરબાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. તેઓએ પ્રાસંગીક પ્રવચનમાં બહેનોને સત્સંગ પ્રવૃત્તિમાં જોડાઇ અને સામાજીક કાર્યો કરવા આહવાન કરેલ. સાથો સાથ સત્સંગી બહેનોને સ્વાવલંબી બનવા ટકોર કરી હતી. આ પ્રસંગે પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાએ પ્રાસંગીક પ્રવચન કરી મહીલા હેલ્પલાઇન ૧૮૧ વિષે સૌને માહીતગાર કર્યા હતા. પી.આઇ. સેજલબેન આર. પટેલે આત્મ હત્યા અને દહેજ પ્રથાને રોકવા સંબંધી વાત કરી હતી. બીજા દિવસે સાંખ્ય યોગી બહેનોએ શીબીરના માધ્યમથી ભકતચિંતામણી, કિર્તન વિવેચન, સંપ્રદાયના સિધ્ધાંતોનો મહીમા વર્ણવ્યો હતો. મેયર બીનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામી, વોર્ડ નં. ૨૨ ના કોર્પોરેટર જયાબેન ટાંક અને તેમની સાથે રંભાબેન ભાલાળા, જયશ્રીબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા અને બેટી પઢાવોનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ભગવાન શ્રી સ્વામીનારાયણ અને ધર્મકુળના જયઘોષ સાથે શીબીરની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. સત્સંગ શીબીરમાં શહેરભરમાંથી ૨૦૦૦ થી વધુ સ્ત્રી ભકતોએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન ભકિત મહિલા મંડળના પ્રમુખ રમાબેન ડાભી, ઉપપ્રમુખ ભાનુબેન વ્યાસ, ભકિત મહિલા મંડળ (રઘુવીર સોસાયટી) ના પ્રમુખ સવિતાબેન દોંગા, ઉપપ્રમુખ શોભનાબેન પરમાર, સુવાસીની દેવી મહિલા મંડળના પ્રમુખ રસીલાબેન વોરા, ઉપપ્રમુખ ગૌરીબેન મારૂ, સુવાસીની દેવી (કુટુંબ સભા) મંડળના પ્રમુખ વિજયાબેન કાચા, ઉપપ્રમુખ નયનાબેન રાઠોડ, ઘનશ્યામ મહિલા મંડળના પ્રમુખ રેખાબેન ઢાંકેચા, ઉપપ્રમુખ ગીતાબેન ગજેરા, પ્રેમવતી મહિલા મંડળના પ્રમુખ શારદાબેન ટીંબડીયા, ઉપપ્રમુખ ભાવનાબેન લીંબાસીયા, ઘનશ્યામ કુંવરબા યુવતિ મંડળ (ભાગ-એ) ના પ્રમુખ અમીબેન ડાભી, ઉપપ્રમુખ પુષ્પાબેન કાચા, ઘનશ્યામ કુંવરબા યુવતિ મંડળ (ભાગ-બી) ના પ્રમુખ શોભનાબેન લીંબાણી, ઉપપ્રમુખ દીક્ષીતબેન લુણાગરીયા અને આશાબેન દોંગા (મો.૯૦૮૧૭ ૧૯૯૨૩) એ કરર્યુ હતુ. 

(3:28 pm IST)