રાજકોટ
News of Thursday, 12th July 2018

સૌરાષ્ટ્રમાં એકિટંગ-ફિલ્મ મેકિંગ દુનિયાનો ઉઘાડ

ગ્લોબલ સ્કીલ એકેડેમી અંતર્ગત મુંબઇ - પૂનાના પ્રોફેસર્સ રાજકોટમાં: SNK સ્કૂલમાં અભ્યાસક્રમ શરૂ, જીનિયસ સ્કૂલમાં પણ શરૂ થશેઃ વિવિધ પ્રકારની ૧૨ સ્કીલ ખીલવવાની તક

 

ગ્લોબલ સ્કીલ એકેડેમી ટીમના સૌરભ વણઝારા, શરદ રાજ, પરેશ પારેખ, સુમિસુમિતકુમાર, સુરભિ વણઝારા, શગુન વણઝારા, ફેનીબેન અને રોમાંચ વોરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૨: સૌરાષ્ટ્ર-કચ્છમાં એકિટંગ ફિલ્મ મેકિંગ દુનિયાનો ઉઘાડ થયો છે. ગ્લોબલ સ્કીલ એકેડેમી અંતર્ગત મુંબઇ-પૂનાના પ્રોફેસર્સ રાજકોટ આવ્યા છે. એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસક્રમનો પ્રારંભ થઇ ગયો છે, જીનિયસ સ્કૂલમાં શરૂ થશે.

ગ્લોબલ સ્કીલ એકિટંગની ટીમ આજે 'અકિલા'ની મુલાકાતે આવી હતી. એકિટંગ અને ફિલ્મ મેકિંગ ક્ષેત્રની ચર્ચા કરી હતી.

ટીમના અગ્રણીઓએ જણાવ્યું હતું કે,

આજે ભારતમાં SKILL INDIA MOVEMENT અંતર્ગત સ્કીલકુલ સમાજ તૈયાર થાય એ દિશામાં પ્રયત્નો થઇ રહયા છે.

દરેક વ્યકિત પોતાના શોખને SKILL માં તથા  EARNINGમા CONVERT કરી સ્કીલકુલ બને એ ખુબ જરૂરી છે.

રાજકોટમાં ગ્લોબલ સ્કીલ એકેડેમીની સ્થાપના આજ ઉદ્દેશથી કરવામાં આવી છે. જે અંતર્ગત એસ.એન.કે. સ્કૂલ ખાતે ACTING તથા FILM MAKING ACADEMY  અભ્યાસક્રમ શરૂ થઇ ચૂકેલ છે. જેમાં પુના FILM MAKING INSTITUTE અને એનએસડીના પ્રોફેસર તજજ્ઞ રાજકોટમાં આવ્યાં છે.

 આગામી અઠવાડિયાથી આરકેસી તથા GENIOUS SCHOOL  ખાતે પણ ACTING& FILM MAKING ACADEMY નો અભ્યાસક્રમ શરૂ થઇ રહયો છે.

 જે અંતર્ગત સૌરભ વણઝારા TV & FILM PRODUCER/DIRECTOR AND FOUNDER OF DREAM WALKERS ACADEMY, શરદ રાજ FACULTY FOR FILM MAKING AND PROFESSIONAL  DIRECTOR, પરેશ પારેખ ACTING FACULTY & ACTING COURSE DIRECTOR, સુમિસુમિત કુમાર ACTING FACULTY  ખાસ રાજકોટ પધાર્યા છે.

રાજકોટના યુવાનો આનો વધુમાં વધુ લાભ લે તેનો ખાસ અનુરોધ કર્યો હતો.

એકેડેમી ખાતે કુલ ૧૨ સ્કીલ વિકસાવાશે, જેમાં ફિલ્મ મેકિંંગ, ડાન્સ, મ્યુઝિક, રોબોટિકસ એકિટંગ, માસ કોમ્યુનિકેશન વગેરેનો સમાવેશ થાય છે. અગ્રણીઓએ જણાવ્યું હતું કે, છાત્રો દ્વારા ભરપુર રિસ્પોન્સ મળ્યો છે. સોેૈરાષ્ટ્ર-કચ્છ સ્કીલથી ભરપૂર છે, જેને ખીલવવાની તક સાંપડી છે.

વિવિધ સ્કીલ્સના વિવિધ નિષ્ણાંતો રાજકોટ આવતા રહેશે અને છાત્રોને પ્રેરણા પ્રોત્સાહન-માર્ગદર્શન આપતા રહેશે. (૧.૨૨)

(4:30 pm IST)