રાજકોટ
News of Thursday, 12th July 2018

ટ્રાન્સપોર્ટરોની હડતાલ અંતર્ગત રાજકોટ ગૂડઝ ટ્રાન્સપોર્ટ એસો.ની કાલે અગત્યની મીટીંગ

રાજકોટ, તા.૧૨ : ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ - ન્યુ દિલ્હી દ્વારા તા.૨૦ને શુક્રવારે સવારથી અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન આપવામાં આવેલ છે. તેને અનુલક્ષીને અગત્યની મીટીંગ આવતીકાલે તા.૧૩ને શુક્રવારના સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં દરેક ટ્રાન્સપોર્ટર ભાઈઓ - ટક માલિકો તેમજ ટેમ્પો માલિકોને હાજર રહેવા મંત્રી શ્રી હિરેન મહેતાની યાદીમાં જણાવાયુ છે.

આ હડતાલને જબ્બર સફળતા અપાવવા માટે રાજકોટ ગૂડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ શ્રી હસમુખભાઈ ભગદેવ (મો.  ૯૩૭૭૩ ૫૬૮૦૧), ચીફ સેક્રેટરી શ્રી રમેશભાઈ સાકરીયા (મો.૯૮૨૫૦ ૭૬૪૯૮), શ્રી જયકિશન બાલા (મો.૯૮૨૫૫ ૧૬૬૬૬), જનરલ સેક્રેટરી શ્રી પરમરાજસિંહ રાણા (મો.૯૧૭૩૩ ૭૭૭૯૯) અને શ્રી હિરેનભાઈ મહેતા (મો.૯૮૭૯૬ ૦૦૦૦૫) દ્વારા વિનંતી કરાઈ છે. મીટીંગ સ્થળ : અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલ, ખોડીયાર ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, શેરી નં. ૪, રાજકોટ.(૩૭.૧૩)

 

(4:23 pm IST)