રાજકોટ
News of Thursday, 12th July 2018

ઓલ ઇન્ડીયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસીએશન હડતાલમાં નહી જોડાય

પ્રદેશ ઉપાધ્યક્ષ સુરસિંહ વાળાની જાહેરાત

રાજકોટ તા. ૧ર :.. ઓલ ઇન્ડીયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસીએશન એસો. ના સુરસિંહવાળાની એકયાદી ઉમેરે છે કે, અમારૂ એસો. દેશના તમામ રાજયો જીલ્લા વિસ્તારોમાં ફેલાયેલું છે. 'ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ' દ્વારા તા. ર૦-૭-ર૦૧૮ ના રોજ બંધનું એલાન આપેલ છે. જેનાથી ટ્રક ઉદ્યોગ તથા આપણા દેશને ખુબજ નુકસાન થાય છે. એટલા માટે અમો હડતાલમાં ભાગ નથી લઇ રહ્યા. અમો અમારી સમસ્યાનું સમાધાન સરકાર સાથે બેસીને વાતચીત દ્વારા કરવા માંગીએ છીએ. અમારી સરકારની વિનંતી છે કે આ હડતાલમાં રોડ - રસ્તાની સુરક્ષામાં વધારો કરવામાં આવે, જેથી રોડ રસ્તામાં કોઇ અસામાજીક તત્વો  ટ્રકને જ કોઇપણ પ્રકારનું નુકસાન ન કરી શકે, નુકસાન કરવા વાળા સામે કડક કાનુની કાર્યવાહી કરવામાં આવે.સૂરસિંહ વાળાએ ઉમેર્યુ છે કે, અત્યાર સુધીમાં જેટલી વાર હડતાલ પડી એમાં ટ્રક ઇન્ડસ્ટ્રીઝને નુકશાન પહોંચેલ છે. હડતાલ શું કામ થઇ હડતાલ કયારે ખુલ્લી  કોઇ ટ્રક માલીકને ખબર પડી નહી અને ટ્રક ઇન્ડસ્ટ્રીઝની સમસ્યાની ફાઇલ કયારેય માર્ગ પરીવહન મંત્રી પાસે ગઇ નથી. (પ-૩૧)

(4:21 pm IST)