રાજકોટ
News of Thursday, 12th July 2018

અષાઢીબીજે વેલનાથબાપુ અને માંધાતા રાજાની શોભાયાત્રા

જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા સર્વ-પ્રથમ વખત આગવુ આયોજનઃ મોરબી રોડ વેલનાથપરા ચોકડીથી પ્રારંભ, ગોવિંદનગર મેઇન રોડ ખાતે સમાપનઃ વ્યસનમુકિત, બેટી બચાવો, પર્યાવરણ બચાવો જેવા સંદેશાઓ પ્રસરાવાશે

રાજકોટઃ તા.૧૨, જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા શહેરમાં તા.૧૪ શનિવારે અષાઢીબીજના દિવસે સંતશ્રી વેલનાથબાપુ તથા માંધાતા રાજા બંન્નેની સાથે એકતા રથયાત્રાનું આયોજન ગુજરાત રાજયમાં પ્રથમવાર થઇ રહયું છે.

 રાજકોટ શહેરમાં ચુંવાળીયા, તળપદા, ઘેળીયા આ ત્રણેય સમાજ સાથે મળીને પ્રથમવાર સમસ્ત કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન થઇ રહયું છે. રથયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુકત સંદેશ અને સામાજીક, રાજકીય શૈક્ષણિક જાગૃતિ અભિયાન તેમજ બેટી બચાાવો, પર્યાવરણ બચાવો સંદેશ માટે છે. આ શોભાયાત્રામાં સમસ્ત કોળી જ્ઞાતિજનોએ પોતાના બાઇક, ફોરવ્હિલ અને અન્ય વાહનો સાથે લઇને જોડવા આમંત્રણ છે.

વાહન નોંંધણી માટે દેવાંગભાઇ કુકાવા મો. ૯૦૩૩૫૧૮૯૦૯, ભાવેશભાઇ વાલાણી મો. ૯૭૩૭૬ ૦૨૩૨૪, હિતેષભાઇ ધોળકીયા મો. ૯૯૨૫૫૮૬૧૦૨, કલ્પેશભાઇ બાવરીયા મો. ૭૯૮૪૫૯૪૪૨૪,

શોભાયાત્રાનો રૂટઃ સવારે ૧૦ કલાકે વેલનાથપરા ચોકડીથી મોરબી રોડ, જુના જકાતનાકા, જુનો મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, ક્રાંતિ માનવ સેવા રોડ ૮૦ ફુટ રોડ, ચાંમુડા સોસાયટી, કુવાડવા રોડ, ડીલક્ષ ચોક, ભાવનગર રોડ, બેડીપરા, પાંજરાપોળ, રાજમોતી ઓઇલ મીલ ચુનારાવાળ ચોક, ડાભી હોટલ, રામનાથપરા પોલીસ ચોકી, જીલ્લા ગાર્ડન ચોક, બાપુનગર મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, નિલકંઠ સીનેમાવાળો કોઠારીયા રોડ, કેદારનાથ ગેઇટની બાજુમાં ગોવિંદનગર મેઇન રોડ ખાતે સમાપન થશે તેમ જય વેલનાથ જય માંધાતા સમિતિની યાદીમાં જણાવાયું છે.

 આ આયોજનમાં દેવાંગ કુકાવા, વિજયભાઇ ભાલીયા, ભાવેશભાઇ વાલાણી, કલ્પેશભાઇ બબળીયા, ભાવેશભાઇ ચિરોડીયા, રમેશભાઇ ચારોલા, રાહુલભાઇ રાઠોડ, અજયભાઇ બારોન્દ્રા,  હિતેષભાઇ ધોળકીયા, જેન્તીભાઇ સોલંકી, ઇશ્વરભાઇ રાતોજા, મુકેશભાઇ ચૌહાણ વિ. જોડાયા હતા.  (તસ્વીરઃઅશોક બગથરીયા)(૪૦.૨)

(4:16 pm IST)