રાજકોટ
News of Thursday, 12th July 2018

બ્રહ્મસમાજ ચોકમાં 'હિટ એન્ડ રન': રૈયાના ભીલ યુવાન આકાશનું મોતઃ યુવાન અને તરૂણને ઇજા

ત્રણ સવારીવાળા બાઇકને ઠોકરે લઇ કારનો ચાલક ભાગી ગયોઃ ૧૪ વર્ષનો કાનો ખવાસ અને ૧૮ વર્ષનો અજય ભીલ સારવાર હેઠળઃ બંનેને આકાશ બંને મિત્રોને સુભાષનગરમાં મુકવા જતો'તો ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૨: રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોકમાં બપોરે ટ્રીપલસવારીવાળા હોન્ડાને એક કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં રૈયાના ભીલ યુવાન આકાશ કિરીટભાઇ વાગડીયા (ઉ.૨૮) નામના ભીલ યુવાનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે બાઇક પર બેઠેલા કાનોચેતનભાઇ ચોૈહાણ (ઉ.૧૪) અને અજય અશોકભાઇ વાગડીયા (ભીલ) (ઉ.૧૮)ને ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના એએસઆઇ રવજીભાઇ પટેલ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામનાર આકાશ વાગડીયા (ભીલ) કારખાનામાં કામ કરતો હતો અને ત્રણ ભાઇમાં નાનો હતો. તેના મિત્રો કાનો ચોૈહાણ (ખવાસ) અને અજય વાગડીયા રૈયા રોડ સુભાષનગરમાં રહે છે અને અભ્યાસ કરે છે. કાનાને આકાશ પાસે રૂ. ૫૦ લેવાના હોઇ તે બપોરે અજયને લઇને રૈયા ગયો હતો. બાદમાં આકાશ બંનેને પોતાના બાઇક પર બેસાડી સુભાષનગરમાં મુકવા જતો હતો અને કાળ ભેટી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં ઘટના સ્થળે મૃતદેહ, લોકોના ટોળા અને ઇજાગ્રસ્ત કાનો તથા અજય જોઇ શકાય છે.

(4:16 pm IST)