રાજકોટ
News of Thursday, 12th July 2018

લલુડી વોંકળીમાં જૂગાર રમતાં સાત મહિલા અને એક યુવાનની ધરપકડ

રાજકોટ તા. ૧૨: કેનાલ રોડ લલુડી વોંકળી પાસે શેરી નં. ૧માં જાહેરમાં જૂગાર રમતાં એક યુવાન અને સાત મહિલાને પોલીસે પકડ્યા હતાં.

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ મહિલા પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, પ્રવિણભાઇ સોનારા, કિશોરભાઇ, ડી. જી. ઝાલા, દિપકભાઇ, સુરેશભાઇ સહિતના સ્ટાફે સાંજે પેટ્રોલીંગ દરમિયાન લલુડી વોંકળી શેરી નં. ૧માં દરોડો પાડી  ઇલાબેન વસંતભાઇ સરવૈયા (ઉ.૪૮-રહે. મિલપરા-૫), રીનાબેન મુકેશભાઇ જોષી (ઉ.૪૫-રહે. આલાપ ગ્રીન સીટી પાસે ગુરૂજીનગર કવાર્ટર), અલ્પાબેન મયુરસિંહ પરમાર (ઉ.૩૦-કોઠારીયા રોડ રણુજાનગર), જયશ્રીબેન હિમતભાઇ પાટડીયા (ઉ.૨૫-હુડકો બસ સ્ટેશન પાસે), ગીતાબેન ભાવીનભાઇ પોપટ (ઉ.૩૫-રહે. રણુજા મંદિર પાસે ), આરતીબેન શાંતિલાલ રાયચુરા (ઉ.૫૦-રહે. કેવડાવાડી-૧૦) આયેશાબેન સુલેમાનભાઇ સોરા (ઉ.૫૦-રહે. લલુડી વોંકળી શેરી નં. ૧) અને નિલેષ જગદીશભાઇ દાણીધારીયા (ઉ.૨૫-રહે. નાડોદાનગર-૩)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૧૦૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

(12:43 pm IST)