રાજકોટ
News of Thursday, 12th July 2018

અષાઢીબીજે શનિવારે કિશાન ગૌશાળામાં રામદેવપીરના પાઠ-સંતવાણી-ધજા ચડાવાશે

રાજકોટ, તા. ૧૨ : શહેરની ભાગોળે આજી ડેમ પાસે મેલડી માતાજીના મંદિર સામે આવેલ કિશાન ગૌશાળા રામદેવ મંદિરે તા.૧૪ને શનિવારે અષાઢી બીજના રોજ રામદેવપીર મંદિરમાં ૨૪ કલાકનો પાઠ રાખેલ છે.

સાથોસાથ ગાય આધારીત ખેતીની માહિતી, જીવા મૃત બનાવતા લાઈવ શીખડાવવામાં આવશે. વૃક્ષોનું વિતરણ  જેવા કે લીમડો, કરંગ, તુલસી, પીપર, પીપળો, મીઠો લીમડો રૂ.૧૦ના રાહતભાવે અપાશે તે જ દિવસે ૩:૩૦ થી ૮ વાગ્યા સુધી વાલજીભાઈ પરસાણા ગ્રુપ ચંદુભાઈ, જતીનભાઈ પટેલ, કુમનભાઈ, ખીમજી ભરવાડ સંતવાણી રજૂ કરશે. સાંજે ૫ વાગ્યે રામદેવપીરની ધ્વજા ચડાવાશે. સાંજે ૬થી ધ્વજા ચડાવાશે.

આયોજનને સફળ બનાવવા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, ગોરધનભાઈ ચૌધરી, દેવશીભાઈ બુસા, મહેશભાઈ ગઢીયા, રાજુભાઈ તળાવીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૪૨૬૨ ૧૬૧૭૨ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:41 pm IST)