રાજકોટ
News of Wednesday, 12th June 2019

વાવાઝોડાને અનુલક્ષી આવતીકાલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

બહારગામથી આવતા પક્ષકારોને તકલીફ ન પડે તે અનુસંધાને રાજકોટ બાર એસો.દ્વારા થયેલ ઠરાવ

રાજકોટ તા. ૧ર : રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણીની સુચના અનુસાર ગુજરાત સરકાર દ્વારા 'વાયુ' વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે તથા રાજકોટ શહેરમાં પણ વાવાઝોડા ગંભીર અસરોની શકયતાઓને ધ્યાનમાં લઇ વકીલઓ તથા રાજકોટ શહેરમાંથી બહારગામથી આવતા પક્ષકારોને તકલીફ પડે માટે તા. ૧૩/ ના રોજ કોર્ટ કાર્યવાહી અલીપ્ત રહેવાનું ઠરાવવામાંં આવે છે. વિશેષમાં ન્યાયાધીશશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, જે તે કેસમાં જે સ્ટેટસ હોય તે યથાવત રાખવા વિનંતી કરવામાં આવે છે.

 

આ સરકયુલર ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ  દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે.

(4:17 pm IST)