રાજકોટ
News of Wednesday, 12th June 2019

વૃંદાવન સોસાયટીમાં ૭ વૃક્ષો કાપી નંખાતાં ગાર્ડન ડાયરેકટર દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ : શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીના સરકારી કવાર્ટસમાં વર્ષો જુના ૭ જેટલા ઘટાટોપ વૃક્ષો એકી સાથે કાપી નંખાતા લતાવાસીઓની ફરીયાદનાં આધારે મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન એન્ડ પાર્ક ડાયરેકટર હાપલીયાએ જે કવાર્ટરમાંથી વૃક્ષો કપાયા છે તે વિસ્તારના રહેવાસી સામે ગેરકાયદે વૃક્ષછેદનની પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે. આ અંગે ગાર્ડન ડાયરેકટ ડો. હાપલીયાએ જણાવ્યું હતું કે વૃંદાવન સોસાયટીના સરકારી કવાર્ટરમાંરહેતા તેજશભાઇ વ્યાસ દ્વારા સરેરાશ ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરના સવન રાવણો, બોરસલી, પેલ્ટો ફોર્મ, ગુંદો વગેરે જાતીના વૃક્ષ છેદન માટેના પ્રતિબંધીત એવા ૭ જેટલા વૃક્ષોને એકી સાથે કાપી નાંખ્યા છે.  આથી આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ  હાથ ધરવામાં આવી છે.

(4:10 pm IST)