રાજકોટ
News of Wednesday, 12th May 2021

અધ્યાપકોને ૪ વર્ષનું એરીયર્સ તુરત ચુકવવા સુટાના પ્રમુખ કલાધર આર્યની માંગ

સુટાની રજુઆત બાદ કુલપતિ-કુલનાયકનું હકારાત્મક વલણ

રાજકોટ તા. ૧ર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક યુનિયન સુટા દ્વારા ૪ વર્ષની બાકી રહેલ એરીયર્સની રકમ તુરત ચુકવવા કુલપતિ-કુલનાયકને રજુઆત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોશીએશન (સુટાના અધ્યક્ષ ડો. કલાધર આર્ય અને મહામંત્રી ડો. યેગેશ જોગસણે આજરોજ કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણીની રૂબરૂ મુલાકાત લઇ સાતમા પગાર પંચ અંર્તગત અધ્યાપકોને ચુકવવાની થતી એરીયર્સની રકમ અંગે રજુઆત કરી હતી. તા.૧/૧/ર૦૧૬ થી તા.૩૧/૧ર/ર૦૧૯ સુધીના સમયગાળાની એરીયર્સની ૧૦૦% ચુકવણી બાબતે વિશદ વિચાર-વિમર્શના અંતે રાજય સરકારના વિવિધ પરિપત્રોને કેન્દ્રસ્થાને રાખી મહતમ અધ્યાપકોને ૧૦૦% તથા જેમના કિસ્સામાં જુની રીકવરી તથા વર્તમાન સીસીસી+પરીક્ષા પાસ કરવાની બાકી છે તેવા કિસ્સામાં ૭પ% એરીયર્સની રકમ ચુકવી આપવા માટે સહમતી સધાઇ છે આગામી દશેક દિવસમાં સદરહું કાર્ય પૂર્ણ થશે તેવી કુલપતિ કુલસચિવ અને મુખ્ય હિસાબી અધિકારીએ બાંહેધરી આપી છે.

(3:59 pm IST)