રાજકોટ
News of Wednesday, 12th May 2021

ફળોના વેપારીને ત્યાં સતત ત્રીજા દિવસે દરોડા

વિવિધ વિસ્તારમાં કુલ ૩૨ દુકાનોમાં ચેકીંગ : ૨૧ વેપારીઓને ફુડના પરવાના બાબતે તથા ૨ દુકાનદારોને ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા નોટીસ

રાજકોટ તા. ૧૨ : મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ ૩૨ વેપારીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ૨૧ ફૂડના પરવાના બાબતે નોટીસ આપેલ છે તેમજ ૨ આસામીને ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા નોટીસ આપવામાં આવી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ચેકીંગ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા જ્યાં ફૂંડ લાયસન્સ અંગે નોટીસ અપાયેલ છે તેમાં (૧) બાલાજી ફ્રુટ, ગણાત્રા વાડી તાર ઓફીસ ની પાછળ (૨) પીન્ટુ ફ્રુટ, કસ્તુરબા રોડ (૩) ભારત ફ્રુટ, નુતનપ્રેસ રોડ સદર (૪) હાજી રફીકભાઇ, નુતનપ્રેસ રોડ સદર (૫) કેસર ફ્રુટ પરાબજાર મે.રોડ (૬) એસ.આઇ. ફ્રુટ, પરાબજાર મે.રોડ (૭) પટેલ કેરી, યુની.રોડ (૮) ઉમીયાજી રસ એન્ડ સીઝન સ્ટોર, યુની. રોડ (૯) ગુજરાત કેરી ભંડાર, પુષ્કરધામ મે. રોડ (૧૦) ફ્રેશ મેંગો, પુષ્કરધામ મે. રોડ (૧૧) આનંદીબેન અમીતભાઇ વાઢેર, પુષ્કરધામ મે. રોડ (૧૨) ચેતનભાઇ દિનેશભાઇ ચાવડા, સાધુવાસવાણી રોડ (૧૩) જય મારૂતી કેરી ભંડાર, યુની રોડ (૧૪) કમલેશભાઇ ફ્રુટવાળા, નાનામવા રોડ (૧૫) કુબેર ફ્રુટ નાનામવા રોડ (૧૬) ભારત ફ્રુટ કોર્નર નાનામવા રોડ (૧૭) જલારામ ફ્રુટ (ફેરીયા) નાનામવા રોડ (૧૮) મહેશભાઇ જેઠવા (ફેરીયા) નાનામવા રોડ (૧૯) દેવાંગી તરબુચ અને ફ્રુટ (ફેરીયા) નાનામવા રોડ (૨૦) આકાશ ગોસ્વામી નાનામવા રોડ(૨૧) ગીરીશભાઇ ઘેટીયા વગેરેનો સમાવેશ છે.

જ્યારે બોકસ ઉપર ઓર્ગેનીક લખેલ હોય તેની સ્પષ્ટતા તથા ઓર્ગેનીક અંગે ઓથોરીટી દ્વારા ઇસ્યુ કરેલ સર્ટી રજુ કરવા નોટીસ આપી હતી. જેમાં (૧) જય મારૂતી કેરી ભંડાર, યુની રોડ (૨) ગુજરાત કેરી ભંડાર, પુષ્કરધામ મે. રોડનો સમાવેશ છે.

(3:57 pm IST)