રાજકોટ
News of Wednesday, 12th May 2021

ભાજપ યુવા મોરચાનું પ્રદેશ માળખુ જાહેરઃ ઉપાધ્યક્ષ તરીકે અમરેલીના મનિષ સંઘાણી સહિત ૬ની વરણી

રાજકોટ, તા. ૧૨ :. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હરેન્દ્રસિંહ ગોહીલ - ભાવનગર શહેર, મુકેશ રાઠવા - છોટા ઉદેપુર, મનિષ સંઘાણી - અમરેલી, હાર્દિક ડોડીયા - ગીર સોમનાથ, હર્ષ પટેલ - ગાંધીનગર જી., રાજેશ વારડે - સુરત શહેરની વરણી કરાઈ છે.

જ્યારે પ્રદેશ મહામંત્રી પદે કૌશલ દવે - વડોદરા શહેર, નરેશ દેસાઈ - પાટણની તથા પ્રદેશ મંત્રી સત્યદીપસિંહ પરમાર - ગાંધીનગર શહેર, સુરજ દેસાઈ - તાપી, પૌરવ પટેલ - મહેસાણા, જય શાહ - સુરેન્દ્રનગર, શૈલેષ નાઈ - કર્ણાવતી, નિલેશ ચુડાસમા - ભાવનગરની વરણી કરાઈ છે.

પ્રદેશ કોષાધ્યક્ષ પદે નરેશ ઠાકોર - બનાસકાંઠા અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે નિકુંજ ખાખીની વરણી કરાઈ છે તેમ ડો. યજ્ઞેશ દવે - પ્રદેશ કન્વીનર-મીડીયા વિભાગએ જણાવ્યુ છે.

પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીના પુત્ર મનિષભાઈ સંઘાણી સહિત ૬ની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ છે.

(3:55 pm IST)