રાજનગર ચોક નજીક બિલ્ડીંગના પાંચમાં માળેથી રમતા રમતા પડી જતા ૩ વર્ષના કુબેરનું મોત
પાંચમા માળે માતા રસોઇ બનાવતી હતીઃ એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
જયાં બનાવ બન્યો તે બિલ્ડીંગ ઇન્સેટ તસ્વીરમાં બાળકનો મૃતદેહ અને ફાઇલ ફોટો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧ર : નાનામવા રોડ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગના પાંચમાં માળે રમતા રમતા પટકતા ૩ વર્ષના બાળકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગમાં ચોકીદારી કરતા અને ત્યાંજ રહેતા ખડગભાઇ સોમદના સવારે બીલ્ડીંગમાં નીચે હતા પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડીંગના પાંચમાં માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગયા હતા. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો.દરમ્યાન કુબેર રમતા રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાતા પત્ની જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પુત્ર કુબેરને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલી હાલતમાં તાકીદ
ે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. નેપાળી પરિવાર ૧૦ દિવસ પૂર્વે જ આ બિલ્ડીંગમાં આવ્યા હતા આ બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પી. એસ.આઇ. બી.બી.રાણા તથા પ્રશાંતસિંહએ તપાસ હાથ ધરી છે