રાજકોટ
News of Wednesday, 12th May 2021

લોકડાઉનમાં ધંધો બંધ થયા બાદ દેણુ થઇ જતા દિનેશભાઇ ચૌહાણે એસીડ પી લીધુ

લાભદીપ સોસાયટીમાં બનાવઃ આઘેડ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧ર :.. રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા આઘેડે લોકડાઉનના લીધે ધંધો બંધ થયા બાદ દેણુ થઇ જતા એસીડ પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટી શેરી નં. ર માં રહેતા દિનેશ વિરજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૮) એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. દિનેશભાઇ મોચી કામ કરે છે. લોકડાઉનના કારણે ધંધો બંધ થયા બાદ દેણુ થઇ જતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ખોડીયારપરાની યુવતીએ એસીડ પી લેતા દાખલ

ખોડીયારપરા કાનાભાઇના મફતીયાપરામાં રહેતી મોનીકા રમેશભાઇ વાઘેલા (ઉ.ર૦) એ પોતાના ઘરે એસીડ પી  લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. મોનીકા એક ભાઇ અને એક બહેનમાં નાની છે. તેની બહેનપણી તેની સાથે વાત કરતી ન હોઇ તેથી લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:08 pm IST)