રાજકોટ
News of Wednesday, 12th May 2021

વિ.હિ.પ. દ્વારા ઉકાળા વિતરણ : રામસેતુ ટ્રસ્ટના સહયોગથી ઓકિસજન બાટલા સેવા

રાજકોટ,તા. ૧૨: વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમા લઇને વિ.હિ.પ દ્વારા અલગ અલગ સમરસ હોસ્પીટલો તેમજ કોરોના વોરીયર્સને ઉકાળા વિતરણની સેવા ચાલુ છે.

તે ઉપરાંત રામસેતુ ટ્રસ્ટના ટ્રસ્ટી  શકિતરાજ અશોકસિંહ ડોડીયા (કેશરીનંદન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક) તરફથી વિહિપ સેવા વિભાગની કોરોના કાળ દરમ્યાન સરાહનીય કામગીરીને ધ્યાને રાખતા ઓકિસજન સિલીન્ડર અર્પણ કરવામા આવેલ.

જેમાં ભાવેશભાઇ પટેલ (ગણેશ પ્રિન્ટ), મુકુટભાઇ સોની, વિ.હિ.પ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઇ ગોવાણી, વિશેષ સંપર્ક પ્રમુખ હરેશભાઇ ચૌહાણ, વિહિપ રાજકોટ અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, રાજકોટ પશ્ચિમ જીલ્લા મંત્રી રાહુલભાઇ જાની તેમજ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાર્થી સંયોજક હર્ષભાઇ વ્યાસ ઉપસ્થિત રહેલ. વિ.હિ.પ સંજીવની કેન્દ્ર દ્વારા ૧૫ને શનિવારના રોજથી જરૂરીયાતમંદ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે ઓકસીજન સીલીન્ડર વિ.હિ.પ કાર્યાલય, ૮ - મીલપરા કોર્નર, રાજકોટ ખાતે થી આપવામા આવશે.

જેમા દર્દીનુ આધારકાર્ડ, કોરોના રિપોર્ટની ઝેરોક્ષ અને ડોકટરનુ પ્રિસક્રિપ્શન સાથે આપવાનું રહેશે. સંપર્ક સુત્રઃ ૮૫૧૧૩ ૧૧૦૦૮ અને ૯૦૧૬૫ ૬૨૩૨૭.

(3:01 pm IST)