રાજકોટ
News of Wednesday, 12th May 2021

કામે જવાનું કહી પિતાએ ઠપકો આપતાં પ્રદિપે ફિનાઇલ પીધી

માંડા ડુંગર પાસે રહેતાં યુવાનને સારવાર અપાવાઇ

રાજકોટ તા. ૧૨: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રહેતાં પ્રદિપ ખીમજીભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પ્રદિપ બે ભાઇમાં નાનો છે. તેના પિતા ખીમજીભાઇના કહેવા મુજબ પ્રદિપ હાલમાં કામે જતો ન હોઇ તેને એ બાબતે થોડો ઠપકો આપતાં ચડભડ થઇ હતી અને માઠુ લાગતાં તે થોડી ફિનાઇલ પી ગયો હતો. સારવાર બાદ રજા અપાઇ હતી.

(12:52 pm IST)