પંચાયત ચોક પાસે આરએમસીના બગીચામાં જૂગાર રમતાં ૭ પકડાયા
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડો
રાજકોટઃ પંચાયત ચોક ચંદ્રમોૈલેશ્વર એપાર્ટમેન્ટની સામે આરએમસીના બગીચામાં બેસી જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં સાત જણાને ડીસીબીની ટીમે પકડી લીધા હતાં. કોન્સ. સ્નેહભાઇ ભાદરકા અને એએઅસાઇ આર. બી. ગોહિલની બાતમી પરથી દરોડો પાડી ભીખુભાઈ જસમતભાઇ ઘોડાસરા (ઉ.વ.પર ધંધો-ખેતી રહે. સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, સોમનાય શેરી નં.૪), મહેશભાઇ રતાભાઇ સાણંદીયા ( ઉ.વ.૬ર ધંધો-નિવૃત રહે.સાધુ વાસવાણી રોડ,અંજના બ્લોક નં.૧૧, શેરી નં.ર), વિજયભાઇ નરશીભાઇ સોરઠીયા ( ઉ.વ.૫૭ ધંધો-શેરબજાર રહે પુષ્કરધામ, સોસાયટી, યુનિ. રોડ, શેરી નં.-૪), કમલેશભાઇ પ્રતાપભાઇ ચૌહાણ (ઉ.વ ૪૫ રહે.મોદી સ્કુલની બાજુમાં, ૧૫૦ રીંગ રોડ), ચકુભાઇ નાનજીભાઇ પરસાણા (ઉ. વ.૬૩ ધંધો-મજુરી રહે.મોટા મવા કાલાવાડ મેઇન રોડા, જંયતિભાઇ અરજણભાઈ વીરડીચા (ઉ.વ ૫૩ ધંધો-મજૂરી રહે ગુરૂપ્રસાદ ચોક, પપૈયાવાડી, ૩/૪ ખુણો તથા મહેશભાઇ વલ્લભભાઇ મલેરીયા (ઉ.વ.૪૭ ધંધો-કન્ટ્રકશન રહે.બેકબોન ગોલ્ડ ૧૦૩, સાધુ વાસવાણી રોડ)ને પકડી લઈ રૂ. ૩૧,૫૩૦ કબ્જે કર્યા હતાં. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી..કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ.જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ડી,ગોહિલ, તથા હેડકોન્સ. હિતેન્દ્રસિંહ પી.ઝાલા, ભરતસિંહ બી.પરમાર, કોન્સ, સ્નેહભાઇ ભાદરકા દ્વારા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી કરવામાં આવી હતી.