રાજકોટ
News of Sunday, 12th May 2019

આજી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા :ડેમની સપાટીમાં વધારો :આખા રાજકોટને ત્રણ દિવસનું પાણી ઠાલવાયું

આજી ડેમમાં ત્રણ દિવસ ચાલે તેટલું પાણી ઠાલવતા શહેરીજનોમાં ખુશી

રાજકોટ:  કચ્છ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ચરમસીમા પર છે ત્યારે રાજકોટની  જીવાદોરી સમાન આજીડેમ ખાલી થતો હોવાનાં સમાચારની વચ્ચે હવે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. આજી ડેમમાં ત્રણ દિવસ ચાલે તેટલું પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલમાં 17mcft પાણી ઠાલવવામાં આવ્યું છે.

નર્મદા નીર આજી ડેમમાં પહોંચતા આજીડેમની સપાટીમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ડેમમાં 100mcft પાણી હતું. જે બાદ 400mcft પાણી આજી ડેમમાં નર્મદાનું ઠાલવવામાં આવ્યું છે. આ સાથે જ આજીડેમની સપાટી કૂલ 500mcft પહોંચી ગઇ છે. અને આ પાણી આખા રાજકોટને ત્રણ દિવસ સુધી પુરુ પડે તેટલુંછે 

(9:31 pm IST)