કોઠારીયા ગામ પાસેથી ચંદ્રેશ મકવાણાનું અપહરણ કરી રાહુલ, ભાવેશ સહિત ૭ શખ્સોએ ધોકાવ્યો
બે વર્ષ પહેલા સોરઠીયા પ્લોટના વણકર યુવાનને ડખ્ખો થયો'તોઃ રાહુલ, ભાવેશ, વિજય તથા ચાર અજાણ્યા સામે ફરીયાદ
રાજકોટ તા.૧૨: કોઠારીયા ગામ પાસે મિત્રના લગ્નપ્રસંગ્માં ગયેલા વણકર યુવાનને સાત શખ્સો એ સ્કોર્પીયોમાં અપહરણ કરશી નવયુગપરા પાસે લઇ જઇ માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટ શેરીનં ૩માં રહેતો ચંદ્રેશ ગોરધનભાઇ મકવાણા ( ઉ.વ.૨૪) ગઇકાલે કોઠારીયા ગામમાં રણુજા મંદિર પાસે રહેતો મિત્ર હિતેષના લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યાં બહાર પાનની દુકાને ફાકી ખાવા નીકળ્યો ત્યારે ભાવેશ બટુક, રાહુલ બટુક, વિજયગર ઉર્ફે દાદુ તથા તેની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સો આવી સ્કોર્પીયોમાં ઉઠાવી જઇ આજીનદીના કાંઠે એક તબેલામાં લઇ જઇ પાઇપ તથા પથ્થર વડે માર મારી બંને પગ તથા વાંસાના ભાગે ઇજા કરી હતી. બાદ તેને ત્યાંથી ઉઠવી નવયુગપરા પાસે મુકી સાતેય શખ્સો નાસી ગયા હતા. બાદ તેણે જાણ કરતા તેની માતા સવિતાબેન સહિતના પરિવારજનોએ સ્થળપર પહોંચી ચંદ્રેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા ચંદ્રેશે જણાવ્યું હતું કે પોતે કલરકામ કરે છે. તેને બે વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ડખ્ખે થયો હતો. તેનો ખાર રાખી ભાવેશ, અને રાહુલ સહિતે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એમ. ચોૈહાણે તપાસ આદરી છે.(૧.૬)