રાજકોટ
News of Monday, 12th April 2021

રાજકોટમાં ત્રણ માસથી ૧૦૦૦ અસ્થિ લેવા કોઈ આવતું જ નથી

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારાથી ચિંતા : કોરોનાને લીધે ભયના વાતાવરણથી લોકો અસ્થિ લેવા ન આવતા હોઈ સંચાલકોએ અસ્થિ વિસર્જન કરવું પડે છે

રાજકોટ, તા. ૧૨ : રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાનો વિષય બની ગયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. સાથે છેલ્લા મહિનામાં એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં ૧૦૦૦ જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજકોટ રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષથી હાલ કોરોનાનુંસંક્રમણ વધી ગયું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

કોરોનાથી થતા મૃત્યુ બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષ ૨૦૨૦માં લગભગ ૪૦૦૦ જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા મહિનામાં ૧૦૦૦ જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. જે ગંભીર બાબત સમજી શકાય છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષ કરતાકોરોનાની બીજી લહેર ગંભીર હોવાનું સ્મશાનમાં અસ્થિના આંકડા પરથી સાબિત થઇ શકે છે.

લોકો પોતાના સ્વજનોના અંતિમસંસ્કાર કરી આવે છે પરંતુ કોરોનાના ડરને કારણે અસ્થિ લેવા જતા નથી. આથી ના છૂટકે સ્મશાનગૃહના સંચાલકો દ્વારાઆવા અસ્થિને પોતાની રીતેહરિદ્વાર વિસર્જન કરવા જવું પડે છે.

(7:41 pm IST)